નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને ઉત્તરાખંડ (Uttarakhand)માં લવ જેહાદ કાયદા (Love Jihad Law)ના મામલે બુધવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી થઈ. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે અરજીઓનો સ્વીકાર કરતાં બંને રાજ્ય સરકારોને નોટિસ પાઠવીને આ મામલામાં જવાબ માંગ્યો છે. ઉત્તર પ્રદેશમાં હજુ આ માત્ર એક અધ્યાદેશ છે, જ્યારે ઉત્તરાખંડમાં તે 2018માં કાયદો બની ચૂક્યો છે.
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં લવ જેહાદ કાયદા હેઠળ જો કોઈ વ્યક્તિ કોઈને લાલચ આપીને, ગેરમાર્ગે દોરીને કે ડરાવી-ધમકાવીને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરે છે તો તેને પાંચ વર્ષની સજા થઈ શકે છે. પરંતુ કેટલાક સામાજિક કાર્યકર્તાઓ અને સંગઠનોએ લવ જેહાદ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
આ પણ વાંચો, સોનિયા ગાંધી અને માયાવતીને મળે ભારત રત્ન - હરીશ રાવતની માંગથી BSP નારાજ
તેમનું કહેવું છે કે આ કાયદા હેઠળ પોલીસ અને સરકાર પ્રેમ કરનારા લોકો અને પોતાના મા-બાપની મરજી વિરુદ્ધ લગ્ન કરનારા લોકોને પરેશાન કરી રહી છે. સાથોસાથ એવો પણ આરોપ છે કે તેના દ્વારા માત્ર લઘુમતિઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, સુનાવણી દરમિયાન અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટથી લવ જેહાદની જોગવાઈઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેની પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકવાનો ઇન્કાર કરી દીધો.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં જ્યાં લવ જેહાદની વિરુદ્ધ કાયદો બનાવે એક મહિનો થઈ ગયો છે. બીજી તરફ થોડા દિવસ પહેલા મધ્ય પ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણની કેબિનેટ લવ જેહાદને રોકવા માટે કડક કાયદો ધર્મ સ્વતંત્ર વિધેયકને રાજ્યમાં અધ્યાદેશ તરીકે લાગુ કરવાની મંજૂરી આપવાનું કામ કર્યું છે.
આ પણ વાંચો, ભારતમાં કોરાનાનો મૃત્યુઆંક દોઢ લાખને પાર પહોંચ્યો, 24 કલાકમાં વધુ 264 દર્દીનાં મોત
તો ઉત્તરાખંડમાં પણ ધાર્મિક સ્વતંત્રતા કાયદો 2018થી લાગુ છે. 2018માં અસ્તિત્વમાં આવેલા ઉત્તરાખંડ ધાર્મિક સ્વતંત્રતા કાયદા હેઠળ રાજ્યનો પહેલો મામલો ડિસેમ્બર મહિનામાં સામે આવ્યો હતો.
Published by:Mrunal Bhojak
First published:January 06, 2021, 14:03 pm