અખિલેશ, મુલાયમ, માયાવતીએ છોડવા પડશે સરકારી બંગલાઃ સુપ્રીમ કોર્ટ

News18 Gujarati
Updated: May 7, 2018, 4:59 PM IST
અખિલેશ, મુલાયમ, માયાવતીએ છોડવા પડશે સરકારી બંગલાઃ સુપ્રીમ કોર્ટ

  • Share this:
સુપ્રીમ કોર્ટે સોમવારે ઉત્તર પ્રદેશ સરકારના કાયદાને રદ્દ કર્યો, અખિલેશ યાદવના શાસન દરમિયાન પાસ થયેલા કાયદાનુસાર પૂર્વ મુખ્યમંત્રીને આજીવન સરકારી બંગલો આપવાની જોગવાઇ હતી. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી આજીવન સરકારી આવાસમાં રહેવા હકદાર નથી. તથા વધુમાં કોર્ટે કહ્યું કે ઉત્તર પ્રદેશનો આ કાયદો પક્ષપાતભર્યો છે, જે સમાનતાના બંધારણીય હક્કનું ઉલ્લંઘન કરે છે. એમિકસ ક્યૂરી (ન્યાયમિત્ર) ગોપાલ સુબ્રમણ્યમે પણ પૂર્વ મુખ્યમંત્રીઓને સરકારી આવાસ આપવાની વાત ખોટી ગણાવી હતી. તેમનું કહેવું છે કે આ જનતાના પૈસાનો ગેરઉપયોગ છે.

સુપ્રીમના આદેશ બાદ હવે શું ?

વડી અદાલતના નિર્ણય બાદ હવે ઉત્તર પ્રદેશના 8 પૂર્વ મુખ્યમંત્રીઓએ પોતાના બંગલા ખાલી કરવા પડશે, જેમાં સમાજવાદી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, બહુજન સમાજ પાર્ટી પ્રમુખ માયાવતી, રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહ, પૂર્વ સીએમ નારાયણ દત્ત તિવારી અને અખિલેશ યાદવનો સમાવેશ થાય છે.

એક એનજીઓએ દાખલ કરી હતી પિટિશન

એનજીઓ લોક પ્રહરીએ 1997માં જાહેર કરાયેલા આદેશને પડકાર્યો હતો, પિટિશનમાં 'ઉત્તર પ્રદેશ મિનિસ્ટર્સ સેલરીઝ, અલાઉન્સ એન્ડ અધર ફેસિલિટીઝ એક્ટ 1981'નો હવાલો આપવામાં આવ્યો હતો, આ એક્ટના સેક્શન 4માં કહેવામાં આવ્યું કે મંત્રી અને મુખ્યમંત્રી પદ પર હોય ત્યારે નિશુલ્ક સરકારી આવાસના હકદાર છે, પરંતુ પદ છોડ્યાને 15 દિવસ અંદર સરકારી મકાન ખાલી કરવું પડશે. 2014માં દાખલ આ પિટિશન પર નવેમ્બર 2014માં સુનાવણી હાથ ધરાઇ હતી. અંદાજે દોઢ વર્ષ આ મામલે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે પૂર્વ મુખ્યમંત્રીઓને આજીવન સરકારી આવાસ મળી શકે નહી. આ આદેશની સીધી અસર અખિલેશ યાદવ, મુલાયમ સિંહ, માયાવતી, કલ્યાણ સિંહ, રાજનાથ સિંહ, રામનગરેશ યાદવ અને એનડી તિવારીને થશે, આ તમામ લોકોને લખનઉ સ્થિત તેમના બંગલા ખાલી કરવા પડશે.
First published: May 7, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading