Home /News /national-international /ભડકાઉ ભાષણો આપનારા નેતાઓ સામે SCની લાલ આંખ, ફટકારી નોટિસ

ભડકાઉ ભાષણો આપનારા નેતાઓ સામે SCની લાલ આંખ, ફટકારી નોટિસ

ભડકાઉ ભાષણો આપનારા નેતાઓ સામે SCની લાલ આંખ

અરજદાર શાહીન અબ્દુલ્લાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મુસ્લિમ સમુદાય વિરુદ્ધ દ્વેષપૂર્ણ ટિપ્પણી કરનારાઓ વિરુદ્ધ UAPA હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરજીમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવવાના મામલાની સ્વતંત્ર તપાસની પણ માંગ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: મુસ્લિમ સમુદાય વિરુદ્ધ ભડકાઉ ભાષણ (Hate Speech) આપનારા રાજકીય નેતાઓ સામે UAPA હેઠળ કાર્યવાહી કરવા માટેની અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી નોટિસ જારી કરવામાં આવી છે. જસ્ટિસ અજય રસ્તોગીની બેન્ચે આ અરજી પર નોટિસ જારી કરી હતી. આ સાથે, સુપ્રીમ કોર્ટે આ અરજીને પહેલાથી પેન્ડિંગ કેસ સાથે મર્જ કરી દીધી છે.

આ કેસમાં અરજદાર વતી કપિલ સિબ્બલે કહ્યું કે, આવા મામલામાં કંઈક કરવાની જરૂર છે. જો કોર્ટ કંઈ નહીં કરે તો આ દેશને ભગવાન જ બચાવી શકે છે. ઉશ્કેરણીજનક ભાષણ આપનારા નેતાઓ સામે કંઈક કરવું જોઈએ. નોટિસ જારી કરતાં જસ્ટિસ અજય રસ્તોગીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટ અને દેશને હળવાશથી ન લો.

આ પણ વાંચો: પીએફઆઈના ટાર્ગેટમાં હતા આરએસએસના નેતાઓ, ગૃહ મંત્રાલય આપી Y કેટેગરીની સુરક્ષા

અરજદાર શાહીન અબ્દુલ્લાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નફરતજનક ટિપ્પણી કરનારાઓ વિરુદ્ધ UAPA હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરજીમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવવાના મામલાની સ્વતંત્ર તપાસની પણ માંગ કરવામાં આવી છે.

આ પહેલા સોમવારે સુપ્રીમ કોર્ટે જિતેન્દ્ર નારાયણ ત્યાગી ઉર્ફે વસીમ રિઝવીને 17 થી 19 ડિસેમ્બર, 2021 દરમિયાન હરિદ્વારમાં આયોજિત ધર્મ સંસદમાં કથિત રીતે દ્વેષપૂર્ણ ભાષણ આપવાના કેસમાં જામીન આપ્યા હતા. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરથનાની બેંચે વસીમ રિઝવીને કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા. એક શરત એવી પણ છે કે, તેણે ઈલેક્ટ્રોનિક મીડિયા સાથે વાત ન કરવી જોઈએ. બેન્ચે કહ્યું કે, આ કેસમાં સહઆરોપીને જામીન આપવામાં આવ્યા છે અને પોલીસે તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરી છે.
First published:

Tags: Hate messages, Politics News, Supreme Court