શેલ્ટર હોમ કેસ: પૂર્વ CBI ચીફ નાગેશ્વર રાવને ન મળી માફી, સુપ્રીમે અનાદરના દોષી માન્યા

નાગેશ્વર રાવનો ફાઇલ ફોટો

 • Share this:
  સુપ્રીમ કોર્ટે સીબીઆઈના પૂર્વ વચગાળાના ડાયરેક્ટર નાગેશ્વર રાવના માફીનામાનો અસ્વીકાર કરી દીધી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે મંગળવારે કહ્યું કે નાગેશ્વર રાવે સ્પષ્ટ પણે સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કર્યો છે. કોર્ટે રાવ પર એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે અને સાથે જ કોર્ટેની મંગળવારની કાર્યવાહી ખતમ થાય ત્યાં સુધી કોર્ટમાં બેસી રહેવાનો આદેશ આપ્યો છે.

  ઉલ્લેખનીય છે કે, બિહારના મુજફ્ફરપુર શેલ્ટ હોમ રેપ કેસમાં તપાસની યથાસ્થિતિને કાયમ રાખવાના સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા નાગેશ્વર રાવે તપાસમાં સામેલ સીબીઆઈ અધિકારી એકે શર્માની ટ્રાન્સફર કરી દીધી હતી. ત્યારબાદ કોર્ટે રાવને અનાદરની નોટિસ પાઠવી હતી.

  સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સવાલ કર્યો કે સીબીઆઈના એક વચગાળાના ડાયરેક્ટર જો આટલી બધી ટ્રાન્સફર ન કરતા તો શું આકાશ તૂટી પડતું? સીજેઆઈએ કહ્યું કે તેઓ રાવને અનાદરના દોષી કરાર કરશે.

  આ પણ વાંચો, સાઉદી પ્રિન્સની પાક. મુલાકાત, 5 ટ્રક ભરીને સામાન ઇસ્લામાબાદ પહોંચ્યો

  આ દરમિયાન રાવ તરફથી રજૂઆત કરતાં એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે દલીલ કરી કે રાવનો 30 વર્ષનો સારો ટ્રેક રેકોર્ડ છે અને તેઓ પોતાની ભૂલ માટે માફી માંગી ચૂક્યા છે. તેની પર કોર્ટે કહ્યું કે તેઓ રાવના માફીનામાનો અસ્વીકાર કરે છે.

  રાવે સોમવારે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી માફી માંગી છે. એફિડેવિટમાં નાગેશ્વર રાવે કહ્યું કે તેઓ પોતાની ભૂલ સ્વીકારે છે. નાગેશ્વર રાવ તરફથી દાખલ એફિડેવિટમાં લખ્યું છે કે, કોર્ટના આદેશ વિના મુખ્ય તપાસ અધિકારીની ટ્રાન્સફર નહીં કરવા માંગતા હતા, આ મારી ભૂલ છે અને મારી સ્વીકાર કરે. એમ નાગેશ્વર રાવે કોર્ટથી કોઈ શરત વગર માફી માંગી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: