ન્યૂઝ18 ગુજરાતી : સ્વતંત્ર પત્રકાર પ્રશાંત કનૌજિયાની ધરપકડ સાથે જોડાયેલી એક પિટિશન પર સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ફટકાર લગાવી છે અને તેમને તાત્કાલીક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. પ્રશાંતની પત્ની તરફથી દાખલ પિટિશન પર મંગળવારે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈનો મત અલગ-અલગ હોઈ શકે છે. તેમને (પ્રશાંત) કદાચ તે ટ્વિટ નહોતા કરવું જોઈતું, પરંતુ આ આધારે કોઈની ધરપકડ ન કરી શકાય.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈને એક ટ્વિટ માટે 11 દિવસ સુધી જેલમાં ન રાખી શકાય. સુપ્રીમ કોર્ટે યૂપી સરકારને કહ્યું કે આ કોઈ હત્યાનો મામલો નથી. કોર્ટે કહ્યું કે, મેજિસ્ટ્રેટનો ઓર્ડર યોગ્ય નથી. તેમને તાત્કાલીક જેલમાંથી મુક્ત કરવામાં આવે.
Supreme Court orders immediate release of freelance journalist, Prashant Kanojia who was arrested by UP Police for 'defamatory video' on UP Chief Minister. pic.twitter.com/OTr47uEVSu
અંગત આઝાદીનું હનન થઈ રહ્યું હશે તો અમે હસ્તક્ષેપ કરીશું - સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે આ સાથોસાથ કહ્યું કે, જો કોઈની સ્વતંત્રતાનું હનન થઈ રહ્યું છે તો અમે હસ્તક્ષેપ કરીશું. રાજ્ય સરકાર પોતાની તપાસ ચાલી રાખી શકે છે પરંતુ કનૌજિયાને સળીયા પાછળ ન રાખી શકાય.
બીજી તરફ, કોર્ટમાં યૂપી સરકારનો પક્ષ રજૂ કરી રહેલા એએસજી વિક્રમજીત બેનર્જીએ કોર્ટની કનૌજિયા તરફથી કરવામાં આવેલા ટ્વિટ્સની નકલ સોંપી. યૂપી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, કનૌજિયાની ધરપકડ માત્ર એક ટ્વિટ પર નહીં પરંતુ તે રીઢો અપરાધી છે. તેણે ભગવાન અને ધર્મની વિરુદ્ધ ટ્વિટ કર્યા છે.
યૂપી સરકારે કહ્યું કે, મેજિસ્ટ્રેટ તરફથી આપવામાં આવેલા રિમાન્ડ ઓર્ડરને નીચલી કોર્ટમાં પડકારી શકાય છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર