કાશ્મીરમાં પ્રતિબંધ : વકીલ હાઇકોર્ટ ન પહોંચ્યા, CJIએ કહ્યુ- મામલો ગંભીર છે, હું પોતે શ્રીનગર જઈશ

News18 Gujarati
Updated: September 16, 2019, 1:41 PM IST
કાશ્મીરમાં પ્રતિબંધ : વકીલ હાઇકોર્ટ ન પહોંચ્યા, CJIએ કહ્યુ- મામલો ગંભીર છે, હું પોતે શ્રીનગર જઈશ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની ફાઇલ તસવીર

ચીફ જસ્ટિસે મામલાની સુનાવણી દરમિયાન સરકારને પૂછ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય કરવા માટે અત્યાર સુધી શું પગલાં લીધાં છે તેની જાણકારી આપવામાં આવે.

  • Share this:
નવી દિલ્હી : ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) રંજન ગોગોઈ (Ranjan Gogoi)એ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) મુદ્દે દાખલ અરજીઓ પર સુનાવણી કરતાં કહ્યું કે, જરૂર પડશે તો હું પોતે શ્રીનગર જઈશ. તેઓએ કહ્યું કે, મેં જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ પાસે એક રિપોર્ટ માંગ્યો છે. આ રિપોર્ટ જોયા બાદ જો મને લાગ્યું કે ત્યાં જવું જોઈએ તો હું પોતે ત્યાં જઈશ. મૂળે આ મામલો બાળકોના શોષણ સાથે જોડાયેલા મામલાની સુનાવણીનો હતો. તેમાં અરજદાર વકીલે કહ્યું કે, કાશ્મીરમાં બંધના કારણે વકીલ હાઈકોર્ટ નથી પહોંચી શકતા.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે, લોકોનું જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ ન પહોંચવું એક ગંભીર મુદ્દો છે. તેઓએ પૂછ્યું કે, શું લોકોને કોર્ટ પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલત ગંભીર છે, એવામાં હું જાતે શ્રીનગર જઈશ. સુપ્રીમ કોર્ટે આ મામલામાં જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટને નોટિસ આપી છે.

રિપોર્ટ ઉલટો આવ્યો તો પરિણામ ભોગવવા તૈયાર રહોસુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના ન્યાયધીશ સાથે આ આરોપ પર રિપોર્ટ માંગ્યો છે કે લોકોને હાઈકોર્ટ સાથે સંપર્ક કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અરજકર્તા વકીલને કહ્યું કે, જો લોકો હાઈકોર્ટ સાથે સંપર્ક કરવામાં અસમર્થ છે તો આ ખૂબ ગંભીર બાબત છે, હું પોતે શ્રીનગર જઈશ. જો જમ્મુ-કાશ્મીરના હાઈકોર્ટના ન્યાયાધીશનો રિપોર્ટ તેનાથી ઉલટો આવ્યો તો પરિણામ માટે તૈયાર રહેજો.

સોમવારે જમ્મુ-કાશ્મીરના મુદ્દે અરજીઓ પર સુનાવણી થઈ રહી છે. સુનાવણી દરમિયાન કોર્ટે સરકાર પાસે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય કરવા માટે કહ્યું. ફારૂક અબ્દુલ્લાની કસ્ટડીમાં હોવા પર કોર્ટે 30 સપ્ટેમ્બર સુધી કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે.

ગુલાબ નબી આઝાદને ઘાટીમાં જવાની મંજૂરી મળી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદને સુપ્રીમ કોર્ટે કાશ્મીર ઘાટીમાં જવાની મંજૂરી આપી દીધી છે. તેમને શ્રીનગર અને બારામૂલા જવાની મંજૂરી મળી છે. આ પહેલા તેમને બે વાર દિલ્હીથી ઘાટી જતી વખતે રોકવામાં આવ્યા હતા. જોકે, ચીફ જસ્ટિસે કહ્યું કે, આ દરમિયાન તેઓ કોઈ પણ પ્રકારના સાર્વજનિક ભાષણ કે રેલી નહીં કરી શકે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને કેન્દ્ર સરકારે જણાવ્યું કે, એક પણ ગોળી નથી છોડવામાં આવી, કેટલાક સ્થાનિક પ્રતિબંધ લાગેલા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સ્થિતિ સામાન્ય કરવા માટે કહ્યું છે. બીજી તરફ, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, કાશ્મીર સ્થિત તમામ સમાચારપત્ર ચાલી રહ્યા છે અને સરકાર શક્ય તમામ મદદ પૂરી પાડી રહી છે. પ્રતિબંધિત વિસ્તારોમાં પહોંચવા માટે મીડિયાને પાસ આપવામાં આવ્યા છે અને પત્રકારોને ફોન તથા ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવામાં આવી છે.

ચીફ જસ્ટિસે મામલાની સુનાવણી દરમિયાન સરકારને પૂછ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય કરવા માટે અત્યાર સુધી શું પગલાં લીધાં છે તેની જાણકારી આપવામાં આવે.
First published: September 16, 2019, 12:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading