Home /News /national-international /નોટબંધી પર કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કને સુપ્રીમ કોર્ટે નોટિસ મોકલી, કહ્યું-ક્યા કાયદા અનુસાર 500-1000ની નોટ બંધ કરી
નોટબંધી પર કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કને સુપ્રીમ કોર્ટે નોટિસ મોકલી, કહ્યું-ક્યા કાયદા અનુસાર 500-1000ની નોટ બંધ કરી
નોટબંધી (ફાઈલ ફોટો)
કેન્દ્ર સરકાર તરફથી વર્ષ 2016માં કરવામાં આવેલી નોટબંધીના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર તરફથી વર્ષ 2016માં કરવામાં આવેલી નોટબંધીના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠે 2016માં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાના કેન્દ્રના નિર્ણયને પડકાર આપતી દરેક અરજીઓ અને નવી અરજીઓ પર કેન્દ્ર સરકાર અને આરબીઆઈને નોટિસ મોકલી છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે, તે સરકારના નીતિગત નિર્ણયની ન્યાયિક સમીક્ષાને લઈને લક્ષ્મણ રેખાથી માહિતગાર છે. પણ 2016ની નોટબંધીના નિર્ણયની પડતાલ કરવી જરુરી છે. જેથી એ જાણી શકાય કે, મામલો ફક્ત એકેડમિક પગલું તો નહોતું. કોર્ટની નોટિસ પર કેન્દ્ર સરકાર અને આરબીઆઈએ એફિડેવિટ દાખલ કરવા માટે સમય માગ્યો છે. હવે આગામી સુનાવણી 9 નવેમ્બરે થશે.
સંવિધાન પીઠની સામે મામલો આવતા જવાબ આપવાનું દાયિત્વ
જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની પીઠે કહ્યું કે, જ્યારે કોઈ મામલો સંવિધાનની પીઠ સમક્ષ આવે છે, તો તેનો જવાબ આપવો પીઠનું દાયિત્વ બને છે. સંવિધાનની પીઠમાં જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ એએસ બોપન્ના, ન્યાયમૂર્તિ વી રમાસુબ્રમણ્યમ અને ન્યાયમૂર્તિ બીપી નાગરત્ના પણ સામેલ હતા. અટોર્ની જનરલ આર વેંકટરમણિએ કહ્યું કે, જ્યાં સુધી નોટબંધીથી સંબંધિત અધિનિયમને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પડકાર આપી ન શકાય, ત્યાં સુધી આ મુદ્દા અનિવાર્ય રુપથી એકેડમિક જ રહેશે.
નોટબંધીની તપાસ જરુરી
ઉંચ્ચ મૂલ્યની કિંમતવાળી નોટ (વિમુદ્રીકરણ) અધિનિયમ 1978માં પસાર કર્યો હતો, જેથી જનહિતમાં અમુક ઉંચા મૂલ્યની બેંક નોટને પ્રચલનમાંથી બહાર કરી શકાય અને અર્થવ્યવસ્થા માટે હાનીકારક રકમને ગેરકાયદેસર હસ્તાંતરણ પર લગામ લગાવી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ પગલાને એકેડમિક અથવા નિષ્ફળ ઘોષિત કરવા માટે મામલાની પડતાલ કરવી જરુરી છે. કારણ કે બંને પક્ષ સહમત થવા યોગ્ય નથી.
સંવિધાનની પીઠે કહ્યું કે, આ પહેલૂનો જવાબ આપવા માટે આ કવાયત એકેડમિક છે કે નહીં તેની ન્યાયિક સમીક્ષાના દાયરામાંથી બહાર છે, અમારે તેની સુનાવણી કરવી પડશે. સરકારની નીતિ અને તેની બુદ્ધિમતા, આ મામલામાં એક પહેલૂ છે. પીઠે આગળ કહ્યું કે, અમે હંમેશા જાણીએ છીએ કે, લક્ષ્મણ રેખા ક્યાં છે, પણ જેવી રીતે તેને લાગૂ કરવામાં આવી હતી, તેની પડતાલ થવી જોઈએ. અમારે એ નક્કી કરવા માટે વકીલોને સાંભળવા પડશે.
કોર્ટે સોલિસિટર જનરલની દલીલો પર વાંધો ઉઠાવ્યો
કેન્દ્ર તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, એકેડમિક મુદ્દા પર કોર્ટનો સમય બરબાદ કરવો જોઈએ નહીં. મેહતાની દલીલ પર વાંધો ઉઠાવતા અરજીકર્તા વિવેક નારાયણ શર્મા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શ્યામ દીવાને કહ્યું કે, તે સંવૈધાનિક પીઠના સમયની બરબાદી જેવા શબ્દથી હેરાન છે. કારણ કે પાછલી પીઠે કહ્યું હતું કે, આ મામલાને એક સંવૈધાનિક પીઠ સમક્ષ રજૂ કરવો જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર