નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાઓના (New Agriculture Laws) વિરોધમાં એક મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest)ને લઈને ગુરુવારે સુપ્રીમ કોર્ટ (Supreme Couirt)એ ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કોવિડ-19 મહામારી (Covid-19 Pandemic)ને લઈને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે ખેડૂતોનું આંદોલન 2020માં દિલ્હીમાં નિઝામુદ્દીન વિસ્તારમાં ઉત્પન્ન થયેલી તબલીગી જમાત (Tablighi Jamaat) જેવી સ્થિતિ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે સરકારને એવું પણ પૂછ્યું છે કે શું આંદોલનમાં ખેડૂતો કોરોના સંક્રમણના પ્રસારની વિરુદ્ધ તકેદારીના પગલાં રાખી રહ્યા છે કે નહીં.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) એસ.એ. બોબડે (SA Bobde)ની અધ્યક્ષતાવાળી બેન્ચે ગુરુવારે સુનાવણી કરતાં કહ્યું કે દિલ્હીની સરહદો પર ખેડૂતોના આંદોલન સ્થળો પર કોરોના વાયરસ સંક્રમણના મામલા વધી શકે છે. બાર એન્ડ બેન્ચ ડોટ કોમના રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકારથી કોર્ટે એવી પણ માહિતી માંગી છે કે આંદોલન સ્થળો પર સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઇનનું પાલન સુનિશ્ચિત કવરા માટે શું પગલાં ભરવામાં આવ્યા છે.
CJIની અધ્યક્ષતાવાળી બેન્ચે જસ્ટિસ એ.એસ. બોપન્ના અને વી. રામસુબ્રમણ્યમ પણ સામેલ હતા. બેન્ચ તરફથી જમ્મુ-કાશ્મીરની વકીલ સુપ્રિયા પંડિત દ્વારા દાખલ અરજી પર સુનાવણી થઈ રહી હતી. અરજીકર્તાએ હજારો લોકોના સ્વાસથ્ય માટે ખતરો ઉત્પન્ન થવાને લઈને કેન્ર્ સરકાર, દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે.
અરજીકર્તા વકીલે દિલ્હી પોલીસ પર આરોપ લગાવ્યો કે તેઓ ગયા વર્ષે નિઝામુદ્દીન મરકઝમાં આયોજિત ધાર્મિક આયોજનથી વધેલા કોરોના વાયરસ સંક્રમણના કેસમાં મરકઝના પ્રમુખ મૌલાના સાદની પણ ધરપકડ કરવામાં નિષ્ફળ રહી છે. બીજી તરફ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને અ જણાવવા માટે કહ્યું છે કે ખેડૂત આંદોલન સ્થળો પર કોરોનાના પ્રસારને રોકવા માટે શું પગલા ભરવામાં આવ્યા છે. આ પહેલા કોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને પણ નોટિસ પાઠવી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર