લલિત મોદી અને મુકુલ રોહતગીને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો નિર્દેશ
કોઈપણ આદેશ આપવાનો ઈન્કાર કરતા સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે, લલિત મોદી અને મુકુલ રોહતગીના (Mukul Rohatgi) વકીલોએ આ મામલાને પતાવવો જોઈએ. આ બીજું કંઈ નથી, પરંતુ પરિવારના કોઈ સભ્ય દ્વારા ગુસ્સાની અભિવ્યક્તિ જેવું છે. તેને વધુ ન ખેંચો...
નવી દિલ્હી: પૂર્વ એટર્ની જનરલ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી વિરુદ્ધ ઈન્ડિયન પ્રીમિયર લીગના ભૂતપૂર્વ વડા લલિત મોદીની સોશિયલ મીડિયા પોસ્ટમાં અપમાનજનક ટિપ્પણીના મામલે સુપ્રીમ કોર્ટે કોઈપણ આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંને પક્ષો એટલા પરિપક્વ છે કે આવી ટિપ્પણી ન કરવી જોઈએ. કોર્ટે બંને પક્ષોના વકીલોને મામલો થાળે પાડવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટે કહ્યું કે, આ બીજું કંઈ નથી, પરંતુ પરિવારના એક સભ્ય દ્વારા ગુસ્સાની અભિવ્યક્તિ જેવું છે. તેને વધું ખેંચો નહીં. જ્યારે પણ તમે જાહેરમાં લડવાનું શરૂ કરો છો, તે હંમેશા નુકસાનકારક હોય છે. અમે ઓર્ડર પસાર કરતા નથી.
જણાવી દઈએ કે, ગયા વર્ષે 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આરવી રવિન્દ્રનને IPL ચીફ લલિત મોદી અને તેમની માતા બીના મોદી સાથે સંકળાયેલા પારિવારિક સંપત્તિ વિવાદના સમાધાન માટે મધ્યસ્થી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મુકુલ રોહતગી મિલકત વિવાદમાં બીના મોદીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર