Home /News /national-international /બળજબરીથી ધર્માંતરણ મામલે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ઝાટકણી, કહ્યું - ખૂબ જ ગંભીર મુદ્દો, તમે શું પગલા લીધા?

બળજબરીથી ધર્માંતરણ મામલે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ઝાટકણી, કહ્યું - ખૂબ જ ગંભીર મુદ્દો, તમે શું પગલા લીધા?

બળજબરીથી ધર્માંતરણ મામલે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ઝાટકણી

Conversion Story: સુપ્રીમ કોર્ટે સોમવારે બળજબરીથી ધર્માંતરણને લઈને મોટું નિવેદન આપ્યું હતું. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, આ ખૂબ જ ગંભીર મામલો છે. બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે કેન્દ્ર દ્વારા ગંભીર પ્રયાસો કરવા જોઈએ. નહિંતર, ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થશે. અમને કહો કે તમે શું પગલાં લેવાનો પ્રસ્તાવ મૂકશો, તમારે દરમિયાનગીરી કરવી પડશે."

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બળજબરીથી ધર્માંતરણને 'ખૂબ ગંભીર' મુદ્દો ગણાવ્યો છે. કોર્ટે સોમવારે કેન્દ્રને આને રોકવા માટે પગલાં ભરવા અને આ દિશામાં ગંભીર પ્રયાસો કરવા જણાવ્યું હતું. કોર્ટે ચેતવણી આપી હતી કે, જો બળજબરીથી ધર્માંતરણ અટકાવવામાં નહીં આવે તો "ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ" ઊભી થશે.

    આ પણ વાંચો: 400 લોકોનું બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવ્યું, ગરીબો બન્યા ટાર્ગેટ, જાણો કેવી રીતે થયું ફંડિંગ?

    જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાને પ્રલોભન દ્વારા ધર્મ પરિવર્તનને રોકવા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંનો ખુલાસો કરવા કહ્યું હતું. ખંડપીઠે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર મામલો છે. બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે કેન્દ્ર દ્વારા ગંભીર પ્રયાસો કરવા જોઈએ. નહિંતર, ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થશે. અમને કહો કે તમે શું પગલાં લેવાનો પ્રસ્તાવ મૂકશો, તમારે દરમિયાનગીરી કરવી પડશે."

    કેન્દ્ર સરકારે એફિડેવિટ દાખલ કરવી જોઈએ - સુપ્રીમ કોર્ટ

    કોર્ટે કહ્યું કે, "આ ખૂબ જ ગંભીર મુદ્દો છે, જે દેશની સુરક્ષા અને ધાર્મિક સ્વતંત્રતાને અસર કરે છે. તેથી, વધુ સારું છે કે કેન્દ્ર સરકાર પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે અને આવા બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે આગળ શું પગલાં લઈ શકાય તે અંગે કાઉન્ટર એફિડેવિટ ફાઇલ કરે. "ધમકાવીને, લાલચ અને પૈસાની લાલચ" દ્વારા રૂપાંતરણને રોકવા માટે કેન્દ્ર અને રાજ્યોને કડક પગલાં લેવા નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે.

    સુધારેલા કાયદામાં સૂચિત નવી જોગવાઇઓ : 



    કલમવિગતસજાની જોગવાઇ
    3-Aભોગ બનનાર, તેના માતા-પિતા, ભાઇ- બહેન અથવા લોહીના સંબધ લગ્ન કે દત્તકથી જોડાયેલ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી શકશેનવી જોગવાઇ દાખલ કરી
    4-Aલગ્નના હેતુસર કરેલ કરાવેલ કે મદદગારી કરેલ ઘર્માન્તરણ સજાને પાત્ર થશેનવી જોગવાઇ દાખલ કરી, ત્રણ વર્ષથી ઓછી નહી પરંતુ પાંચ વર્ષ સુધીની સજા અને રૂપિયા 2 લાખથી ઓછો નહી તેટલો દંડ
    4-Aલગ્નના હેતુસર કરેલ કરાવેલ કે મદદગારી કરેલ ઘર્માન્તરણ સજાને પાત્ર થશેસગીર , મહિલા અથવા અનુસૂચિત જાતિ જનજાતિના કેસમાં ચાર વર્ષથી ઓછી નહી પરંતુ સાત વર્ષ સુધીની સજા અને રૂપિયા 3 લાખથી ઓછો નહી તેટલો દંડ
    4-Bઆ કાયદા હેઠળ કરાયેલ ગેર કાયદેસર ધર્માન્ત્તરણ સક્ષમ કોર્ટ દ્વારા રદ્દ કરી શકાશેનવી જોગવાઇ
    4-Cકોઇપણ સંસ્થા આ કાયદાની જોગવાઇનું ઉલ્લધન કરે તોઆવી સંસ્થાના ઇન્ચાર્જ અથવા જવાબદાર વ્યક્તિને ત્રણ વર્ષથી ઓછી નહી પરંતુ દશ વર્ષ સુધીની સજા અને રૂા.પાંચ લાખ સુધીના દંડની જોગવાઇ (2) ગુના સબંધમાં ચાર્જશીટ થયેથી આવી સંસ્થાને સરકારી સહાય મળવાપાત્ર રહેશે નહી.
    6-Aગેરકાયદેસર રીતે ધર્મપરિવર્તન થયેલ નથી તે પુરવાર કરવાની જવાબદારી આરોપી, તેના મદદગાર અથવા તેને સલાહ આપનારની રહેશેનવી જોગવાઇ
    7આ કાયદા હેઠળનો ગુનો કોગ્નીઝેબલ અને નોનબેલેબલ રહેશે.ગુનાની તપાસ DY.S.P. થી ઉત્તરતી કક્ષાના અધિકારી દ્વારા કરી શકાશે નહી (2) નવી જોગવાઇ
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Relgious conversion, Supreme Court

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन