Home /News /national-international /

રામ મંદિર જન્મભૂમિ કેસઃ હવે 14મી માર્ચે થશે સુનાવણી

રામ મંદિર જન્મભૂમિ કેસઃ હવે 14મી માર્ચે થશે સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં દસ્તાવેજ અને અનુવાદ કરેલા અમુક દસ્તાવેજ જમા ન કરવવામાં આવતા કોર્ટેમાં આજે સુનાવણી ટળી હતી.

સુપ્રીમ કોર્ટમાં દસ્તાવેજ અને અનુવાદ કરેલા અમુક દસ્તાવેજ જમા ન કરવવામાં આવતા કોર્ટેમાં આજે સુનાવણી ટળી હતી.

  નવી દિલ્હીઃ રામ મંદિર જન્મભૂમિ કેસમાં આજે (ગુરુવારે) સુનાવણી ટળી હતી. સુપ્રીમ કોર્ટમાં હવે પછીની સુનાવણી 14મી માર્ચના રોજ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં દસ્તાવેજ અને અનુવાદ કરેલા અમુક દસ્તાવેજ જમા ન કરવવામાં આવતા કોર્ટેમાં આજે સુનાવણી ટળી હતી.

  હાલમાં દરરોજ સુનાવણી અંગે સુપ્રીમ કોર્ટે કંઈ નથી કહ્યું. ચીફ જસ્ટિસે તમામ પક્ષકારોને પોતાની પક્ષ રજૂ કરવાનું કહ્યું છે. દરરોજ સુનાવણી પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે, એક વખત આ કેસમાં સુનાવણી શરૂ કરીશું પછી પૂરી કરીને જ જંપીશું. સાત વર્ષ બાદ આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેંચ કરી રહી છે. જેમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા ઉપરાંત જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીર સામેલ છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટ પહેલા મુખ્ય પક્ષકારની અરજી પર સુનાવણી કરશે. આ કેસમાં શિયા વક્ફ બોર્ડ અને નિર્મોહી અખાડો મુખ્ય પક્ષકાર છે.

  સપ્ટેમ્બર 2010માં આવ્યો હતો હાઈકોર્ટનો નિર્ણય

  આ કેસમાં અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચના જજોએ પોતાના ફેંસલામાં કહ્યું હતું કે, ત્રણ ગુંબજ સાથે ઢંકાયેલા વિસ્તારના વચ્ચેનો ભાગ હિન્દુઓનો છે. હાલમાં ભગવાન રામની મૂર્તિ ત્યાં જ છે. આ નિર્ણય 30મી સપ્ટેમ્બર 2010ના રોજ આવ્યો હતો. આના બાદ વિવાદિત જમીનને લઈને હિન્દુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ સાથે જ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે પણ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકી દેતા યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો હતો.

  રામ મંદિરના કેસમાં દસ્તાવેજોનું અલગ-અલગ લિપિ અને ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે 5 ડિસેમ્બરના રોજ થયેલી સુનાવણી બાદ ઉત્તર પ્રદેશ સરકારને 53 ખંડમાં તમામ દસ્તાવેજોનું અનુવાદ કરાવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ દસ્તાવેજ સંસ્કૃત, ફારસી, પાલી, ઉર્દૂ અને અરબી ભાષામાં છે.

  #Ayodhya Matter: Supreme Court fixes 14 March as the next date of hearing, as some of the documents & translations are yet to be filed before it. pic.twitter.com/6FCQdVAAL9  શિયા વક્ફ બોર્ડ છે રામ મંદિરના પક્ષમાં

  ઉત્તર પ્રદેશના શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ કહ્યું હતું કે, 'અયોધ્યામાં રામ મંદિરનો વિરોધ કરનાર લોકોએ પાકિસ્તાન અથવા બાંગ્લાદેશ ચાલ્યા જવું જોઈએ.' રિઝવીએ વિવાદિત જમીન પાસે નમાઝ પણ પઢી હતી અને રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ સાથે પણ મુલાકાત કરી હતી.

  કટ્ટરવાદી માનસિકતા ધરાવતા લોકો પાકિસ્તાન જાય

  રિઝવીએ કહ્યું હતું કે, 'જે લોકો અયોધ્યામાં રામજન્મભૂમિમાં મંદિર બનાવવાનો વિરોધ અને બાબરી મસ્જિદ બનાવવાની કટ્ટર માનસિકતા ધરાવે છે તેમણે પાકિસ્તાન અથવા બાંગ્લાદેશ ચાલ્યા જવું જોઈએ. આવા મુસલમાનો માટે ભારતમાં કોઈ સ્થાન નથી. મસ્જિદના નામ પર જે લોકો જેહાદ ફેલાવવા માંગે છે તેમણે જરૂર જવું જોઈએ. આ લોકોએ આઈએસઆઈએસના પ્રમુખ અબૂ બકર અલ બગદાદીના જૂથ સાથે ભળી જવું જોઈએ.'

  તેમણે આરોપ લગાવ્યો હતો કે કટ્ટરવાદી મુસ્લિમ મૌલવીઓ દેશને તોડવા માંગે છે. તેમણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ચાલ્યા જવું જોઈએ. રિઝવીના આવા આરોપ પર ભડકેલા શિયા ધર્મ ગુરુઓએ કહ્યું હતું કે સાંપ્રદાયિકતા ફેલાવવા બદલ તેમની ધરપકડ કરીને જેલમાં નાખી દેવા જોઈએ.

  કાર સેવક પર ગોળીબાર કેસમાં થશે સુનાવણી

  કાર સેવકો પર ગોળી ચલાવવા કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થશે. રાણા સંગ્રામસિંહે એ વખતના મુખ્યમંત્રી મુલાયમસિંહ સામે કેસ ચલાવવાની માંગણી કરી છે. રાણા સંગ્રામસિંહે પોતાની અરજીમાં કહ્યું છે કે 6 ફેબ્રુઆરી 2014ના રોજ મૈનપુરી જિલ્લામાં આયોજીત એક જનસભામાં મુલાયમસિંહે કહ્યું હતું કે, તેમના આદેશ પર 1990માં પોલીસે અયોધ્યામાં કાર સેવકો પર ગોળી ચલાવી હતી. આથી તેમના પર કાર સેવકોની હત્યાનો કેસ ચલાવવો જોઈએ.

  ધર્મ સ્થળને બચાવવા માટે ચલાવવામાં આવી હતી ગોળી

  મુલાયમસિંહે એક સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, 1991માં મુખ્યમંત્રી હતા ત્યારે અયોધ્યામાં વિવાદિત માળખાને બચાવવા માટે તેમણે કાર સેવકો પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો, તેમને આ વાત પર અફસોસ છે, પરંતુ ધર્મસ્થળને બચાવવું જરૂર હતું, આથી ગોળી ચલાવવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, સંસદમાં જ્યારે વિપક્ષ નેતા અટલ બિહારી વાજપેયીએ જ્યારે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે તેમને જવાબ આપવામાં આવ્યો હતો કે ધર્મસ્થળને બચાવવા માટે ગોળી ચલાવવામાં આવી હતી, આ ઘટનામાં 16 લોકોનાં મોત થયા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Babri Masjid, Documents, Ram temple, Supreme Court

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन