PM Cares ફંડને NDRFમાં ટ્રાન્સફર કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

પીએમ કેર્સ ફંડની પારદર્શિતા પર અનેક સવાલ પણ ઊભા થઈ રહ્યા છે

પીએમ કેર્સ ફંડની પારદર્શિતા પર અનેક સવાલ પણ ઊભા થઈ રહ્યા છે

  • Share this:
    નવી દિલ્હીઃ પીએમ કેર્સ ફંડ (PM Cares Fund)ને લઈ સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL)ને ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, પીએમ કેર્સ ફંડના નાણા એનડીઆરએફ (NDRF)માં ટ્રાન્સફર કરવાની જરૂર નથી. કોર્ટે કહ્યું કે, પીએમ કેર્સ ફંડ અને એનડીઆરએફ બે અલગ-અલગ ફંડ છે, તેથી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા બંને સ્થળે દાન કરી શકે છે.

    નોંધનીય છે કે, પીએમ કેર્સ ફંડ એક ચેરિટેબલ ટ્રસ્ટની ભૂમિકામાં છે. એક જાહેર હિતની અરજીમાં PM Cares Fundની રચનાને પડકારવામાં આવી હતી. પીએમ કેર્સ ફંડના પ્રમુખ વડાપ્રધાન છે અને સરકાર તેનું સંચાલન કરે છે. પરંતુ તેનું ઓડિટ CAGને બદલે ખાનગી કંપની કરશે. તે સૂચનાના અધિકાર હેઠળ પણ નહીં આવે. તે વાતને ધ્યાને લઈ અરજીમાં પીએમ કેર્સ ફંડ પર આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે અને તેની પારદર્શિતા પર સવાલ ઊભા થઈ રહ્યા છે.


    આ પણ વાંચો, ભારે ઘટાડા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં Goldમાં ફરી જોરદાર તેજી, શું ભારતમાં વધશે ભાવ?

    આ પણ વાંચો, ભારતમાં લૉન્ચ થયું દુનિયાનું સૌથી સસ્તું ઇલેક્ટ્રીક બાઇક! જાણી લો કિંમત અને ફીચર્સ

    અરજીમાં માંગ કરવામાં આવી હતી કે આ ફંડના નાણા પહેલાથી જ આ કામ માટે ઉપસ્થિત NDRF કે SDRFમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે. સાથોસાથ આ ફંડમાં CSRના નાણા જમા કરાવવા અંગે પણ આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, તમામ દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે તમા માંગોને ફગાવી દીધી.
    Published by:Mrunal Bhojak
    First published: