નિર્ભયા કેસ : પવનની સગીર વાળી અરજી ફગાવી, સુપ્રીમ કોર્ટે કહ્યું - પહેલા કેમ ના બતાવ્યું

News18 Gujarati
Updated: January 20, 2020, 4:15 PM IST
નિર્ભયા કેસ : પવનની સગીર વાળી અરજી ફગાવી, સુપ્રીમ કોર્ટે કહ્યું - પહેલા કેમ ના બતાવ્યું
3 જજોની બેન્ચે અરજી ફગાવતાં કહ્યું કે, આ મામલાને કેટલીવાર ઉઠાવશો? સગીર હોવાની વાત ટ્રાયલ કોર્ટમાં કેમ જણાવવામાં ન આવી?

3 જજોની બેન્ચે અરજી ફગાવતાં કહ્યું કે, આ મામલાને કેટલીવાર ઉઠાવશો? સગીર હોવાની વાત ટ્રાયલ કોર્ટમાં કેમ જણાવવામાં ન આવી?

  • Share this:
નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ (Nirbhaya Gangrape) મામલામાં ફાંસીની સજા ફટકારેલા ચારેય દોષિતોમાં સામેલ પવન ગુપ્તાના સગીર હોવાના દાવાવાળી અરજી સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી કરી. પવન ગુપ્તાએ અરજીમાં દાવો કર્યો છે કે 16 ડિસેમ્બર 2012ના રોજ તે સગીર હતો, તેથી તેને ફાંસી ન આપી શકાય. જસ્ટિસ આર. ભાનુમતિની અધ્યક્ષતાવાળી 3 જજોની બેન્ચે અરજી ફગાવતાં કહ્યું કે, આ મામલાને કેટલીવાર ઉઠાવશો? સગીર હોવાની વાત ટ્રાયલ કોર્ટમાં કેમ જણાવવામાં ન આવી?

પવન ગુપ્તાના વકીલ એ.પી. સિંહે કોર્ટમાં ગાયત્રી બાલ સ્કૂલના સર્ટિફિકેટનો ઉલ્લેખ કર્યો. વકીલે કહ્યું કે, આ નવા દસ્તાવેજ છે. દોષી પવનની જન્મતારીખ 8 ઑક્ટોબર 1996 છે. અમારી પાસે દસ્તાવેજ વે. પવન અપરાધના સમયે સગીર હતો. તેથી બેન્ચે કહ્યું કે, તમે ટ્રાયલ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે ઉઠાવી ચૂક્યા છે, કેટલીવાર તમે આ મુદ્દો ઉઠાવશો?

જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિ બોપન્નાએ પવનના વકીલ એ.પી. સિંહને પૂછ્યું કે, 9 જુલાઈ 2018ના રોજ આપની (પવન) અરજી ફગાવી દેવામાં આવી હતી, પરંતુ હવે તમે નવી જાણકારીઓની સાથે કોર્ટમાં કેવી રીતે આવ્યા છો? આ કેવી રીતે મેન્ટેન કરો છો?

હાઈકોર્ટે પહેલા જ ફગાવી હતી અરજી

નોંધનીય છે કે, દોષી પવન ગુપ્તા તરફથી આ સંબંધમાં દાખલ કરવામાં આવેલી અરજી દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) દ્વારા ફગાવી દેવામાં આવી હતી. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે દોષી પવનની સગીર હોવાની અરજી ફગાવતાં પવનના વકીલ એ.પી. સિંહ પર 25 હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, નિર્ભયા કેસના એક અન્ય આરોપી મુકેશ સિંહની દયા અરજી પહેલા જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. મૂળે, ક્યૂરેટિવ પિટિશન ફગાવ્યા બાદ મુકેશે રાષ્ટ્રપતિની પાસે દયા માટે અરજી કરી હતી. હવે તેમની પાસે કોઈ વિકલ્પ નથી બચ્યો.

આ પણ વાંચો, મોડી રાત્રે પત્નીએ દરવાજો ખોલવામાં મોડું કર્યું તો DSP પતિએ મારી દીધી ગોળી!
First published: January 20, 2020
વધુ વાંચો
अगली ख़बर