ચૂંટણીના પહેલા સરકારને આંચકો, રાફેલ મામલે 'ગોપનીય દસ્તાવેજો'ની થશે તપાસ

News18 Gujarati
Updated: April 10, 2019, 2:33 PM IST
ચૂંટણીના પહેલા સરકારને આંચકો, રાફેલ મામલે 'ગોપનીય દસ્તાવેજો'ની થશે તપાસ
પ્રતિકાત્મક તસવીર

રાફેલ સોદામાં પિટિશનકર્તાઓ દ્વારા આપવામાં આવેલા નવા દસ્તાવેજોને ધ્યાનમાં લઈ પિટિશનની સુનાવણી થશે

  • Share this:
રાફેલ ડીલ મામલામાં કેન્દ્રની મોદી સરકારને મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં સરકારની દલીલો ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ કે કૌલ એન એમ એમ જોસેફની ત્રણ જજોની બેન્ચે કહ્યું કે હવે તેઓ રાફેલ સોદામાં પિટિશનકર્તાઓ દ્વારા આપવામાં આવેલા નવા દસ્તાવેજોને ધ્યાનમાં લઈ પિટિશનની સુનાવણી કરશે.

સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેન્ચે રાફેલ ફાઇટર પ્લેનના સોદામાં કેન્દ્ર સરકારને ક્લીન ચીટ આપવાના પહેલાના ચુકાદાની સમીક્ષાની પિટિશન પર કેન્દ્રના વાધાંઓને નકારી કાઢ્યા.

કેન્દ્રએ દલીલ કરી હતી કે પ્રશાંત ભૂષણ, અરૂણ શૌરી અને યશવંત સિન્હાની સમીક્ષા પિટિશનથી જોડાયેલા દસ્તાવેજમાં રાફેલની રક્ષા ફાઇલોથી અનધિકૃત રીતે ફોટોકોપી કરવામાં આવી હતી અને તેનાથી ફ્રાન્સની સાથે રાષ્ટ્રીય સુરક્ષા અને મૈત્રીપૂર્ણ સંબંધો પર તેનો પ્રભાવ પડશે.

ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે તેઓ સમીક્ષા પિટિશનો પર વિસ્તૃત સનાવણી શરૂ કરવા માટે તારીખ નક્કી કરશે, જેમાં રાફેલ ફાઇટર પ્લેનોની કિંમતની સાથે દસો એવિએશન દ્વારા અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ પાર્ટનર તરીકે પસંદ કરવા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

પિટિશનકર્તાએ અરૂણ શૌરીએ જણાવ્યું કે, અમે કોર્ટમાં દલીલ કરી કે દસ્તાવેજો સુરક્ષાને લગતાં છે તેથી તેની તપાસ થવી જોઈએ. તમે પુરાવા માંગ્યા હતા અને અમે તે પૂરા પાડ્યા છે. તેથી કોર્ટે અમારી અરજીને સ્વીકારી હતી અને સરકારની દલીલોને ફગાવી દીધી હતી.

આ પહેલા સુપ્રીમ કોર્ટે સુરક્ષા કારણોનો હવાલો આપતાં તપાસની માંગ ઠુકરાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ પિટિશનકર્તાઓએ કેટલાક નવા દસ્તાવેજ કોર્ટને સોંપ્યા છે અને કહ્યું છે કે તેના આધારે કોર્ટ રાફેલ ડીલની તપાસ કરાવે.

તેમનો આરોપ છે કે ફ્રાન્સની એક ખાનગી કંપની પાસેથી રાફેલ એરક્રાફ્ટ ખરીદવાના સોદામાં ભ્રષ્ટાચાર થયો છે અને નિયમોનું ઉલ્લંઘન થયું છે. પરંતુ સરકારનું કહેવું છે કે જે ખાનગી દસ્તાવેજોનો હવાલો આપવામાં આવી રહ્યો છે તે રક્ષા મંત્રાલયમાંથી ચોરી થયા હતા. ચોરી કરાયેલા દસ્તાવેજોને આધાર ન બનાવી શકાય. હવે કોર્ટ નક્કી કરશે કે શું તપાસની માંગ પર ફરી સુનાવણી થશે કે નહીં.

તપાસની માંગ પૂર્વ બીજેપી નેતા યશવંત સિન્હા અને અરૂણ શૌરીએ કરી છે. વકીલ પ્રશાંત ભૂષણ પણ તેમાં પિટિશનકર્તા છે.
First published: April 10, 2019, 9:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading