સુપ્રીમ કોર્ટ દ્વારા બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી' પર રોક લગાવવાનો ઇન્કાર

News18 Gujarati
Updated: April 9, 2019, 2:37 PM IST
સુપ્રીમ કોર્ટ દ્વારા બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી' પર રોક લગાવવાનો ઇન્કાર
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચને એ નક્કી કરવાનું છે કે ફિલ્મ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે કે નહીં

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચને એ નક્કી કરવાનું છે કે ફિલ્મ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે કે નહીં

  • Share this:
સુપ્રીમ કોર્ટે અભિનેતા વિવેક ઓબેરોય અભિનીત બાયોપિક પીએમ નરેન્દ્ર મોદી પર રોક લગાવવા પર ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે મંગળવારે કહ્યું કે ચૂંટણી પંચને એ નક્કી કરવાનું છે કે ફિલ્મ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે કે નહીં.

આ પહેલા બોમ્બે હાઈકોર્ટે સોમવારે આપેલા પોતાના ચુકાદામાં ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીની રીલીઝ ડેટ પર દખલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. પીએમ મોદીની બાયોપિકને અનેક પાર્ટીઓ આચાર સંહિતાનું ઉલ્લંઘન માની રહી છે.

આ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટે પણ તેની રીલીઝ ડેટ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો હતો. ચૂંટણી પંચને પણ આ ફિલ્મની ફરિયાદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો, PM મોદીનો ફેન છું, પરંતુ ભક્ત નહીં: વિવેક ઓબેરોય

ફિલ્મ પર રોક લગાવવાની માંગને લઈને વિવેક ઓબેરોયે કહ્યું હતું કે મને સમજમાં નથી આવી રહ્યું કે કેટલાક લકો આ પ્રકારે ઓવરરિએક્ટ કેમ કરી રહ્યા છે, અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબ્બલ જેવા સિનિયર અને ફેમસ વકીલ આવી ફિલ્મ પર પિટિશન દાખલ કરવામાં પોતાનો સમય કેમ બરબાદ કરી રહ્યા છે? શું તેઓ ફિલ્મથી ડરે છે કે ચોકીદાના ડંડાથી.

વિવેક એમ પણ કહ્યું હતું કે, મોદીની જિંદગીને વધારી-ચડાવીને નથી દર્શાવવામાં આવી. પીએમ મોદીનું વ્યક્તિત્વ પહેલાથી જ ઘણું મોટું છે.
First published: April 9, 2019
વધુ વાંચો
अगली ख़बर