મહાત્મા ગાંધીની હત્યા પર ફરી નહીં થાય તપાસ, SCએ ફગાવી PIL

News18 Gujarati
Updated: March 28, 2018, 12:15 PM IST
મહાત્મા ગાંધીની હત્યા પર ફરી નહીં થાય તપાસ, SCએ ફગાવી PIL

  • Share this:
સુપ્રીમ કોર્ટે મહાત્મા ગાંધીની હત્યાના મામલાને ફરી ઉખેડવાની સ્પષ્ટ ના કહી દીધી છે. કોર્ટે પંકજ ફડનવીસ નામના એક વ્યક્તિની જનહિત અરજીને ફગાવી દીધી છે. જેમાં આ મામાલાની ફરીથી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી.

અરજીકર્તાએ જણાવ્યું હતું ઇતિહાસ પર પડદો નાંખવાનો પ્રયત્ન
નાથૂરામ ગોડસેએ 30 જાન્યુઆરી 1948ના મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અરજીકર્તાએ દલીલ કરી હતી કે મહાત્મા ગાંધીની હત્યા પર પડદો નાંખવામાં આવી રહ્યો છે. તેની સાથે જોડાયેલા તથ્યો ગુપ્ત રાખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જો કે સુપ્રીમ કોર્ટે તેમની આ દલીલ નકારી દીધી છે અને કહ્યું છે કે આ મામલામાં ફરીથી તપાસ કરવાની કોઈ જરૂર નથી.

જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ એલ નાગેશ્વરા રાવે આ મામલાની છેલ્લી સુનાવણીમાં કહ્યું હતું કે ગાંધીજીની હત્યાના મામલામાં ફરીથી આદેશ આપવામાં ન્યાયાલયને કોઈ જ રસ નથી, કારણ કે હત્યામાં સામેલ વ્યક્તિની પહેલેથી જ ઓળખ થઈ ગઈ છે અને તેને આરોપી પણ માનવામાં આવ્યો છે. બેંચે કહ્યું હતું કે, 'હવે ઘણું મોડું થઈ ગયું છે અમે આની તપાસ ફરી નહીં કરાવીએ.'

ગાંધીની હત્યા પાછળ મોટું ષડયંત્ર
પંકડ ફડનવીસે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેની પાસે એવા દસ્તાવેજ છે જેમાં મહાત્મા ગાંધીની હત્યાની પાછળ મોટું ષડયંત્ર થયાનું ખબર પડ્યું છે. તેમણે કહ્યું કે મને ન્યૂયોર્કની લાઈબ્રેરી ઓફ કોંગ્રેસમાંથી એ દસ્તાવેજો મળ્યાં છે જેના પર ભારતમાં પ્રતિબંધ છે. તેણે એ પણ કહ્યું કે ગાંધીની હત્યામાં 'ચાર ગોળીઓ'ના સિદ્ધાંત સહિત ઘણી ખામીઓ છે. જેની ફોરેન્સિક તપાસથી ખરાઈ કરાવી શકાય છે. પરંતુ કોઈપણ એજન્સીએ તેની પર ધ્યાન નથી આપ્યું. મેડિકલ સબૂતોનું માનીએ તો ગાંધીજીને વાગેલી ત્રીજી ગોળીની ફોરેન્સિક તપાસ કરવામાં નથી આવી. પોલીસે કહ્યું તે છતાં તેમનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું ન હતું.તેમણે બે પત્રકારો પાસેથી મળતી માહિતી પ્રમાણે કહ્યું કે,'ધ ડોન, લોકસત્તા, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા વગેરેની ખબરો પર પણ તપાસમાં ધ્યાન આપવામાં આવ્યું નથી. વિંસેંટ શીન અને કેસી રોય જે ત્યાં ઉપસ્થિત હતાં તેમના નિવેદન પણ લેવામાં આવ્યાં નથી. આ એ જ છે કે જેમણે ચાર ગોળીઓ વાગવાની ખબર આપી હતી. '
First published: March 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading