ચુકાદાનો દિવસ : રાફેલમાં સરકારને રાહત, સબરીમાલા કેસ લાર્જર બેંચને સોંપાયો, રાહુલની માફી મંજૂર

News18 Gujarati
Updated: November 14, 2019, 11:33 AM IST
ચુકાદાનો દિવસ : રાફેલમાં સરકારને રાહત, સબરીમાલા કેસ લાર્જર બેંચને સોંપાયો, રાહુલની માફી મંજૂર
આ કેસની અસર માત્ર આ મંદિર નહીં પરંતુ મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ, અગીયારીમાં પારસી મહિલાઓના પ્રવેશ ઉપર પણ પડશે : સુપ્રીમ કોર્ટ

આ કેસની અસર માત્ર આ મંદિર નહીં પરંતુ મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ, અગીયારીમાં પારસી મહિલાઓના પ્રવેશ ઉપર પણ પડશે : સુપ્રીમ કોર્ટ

  • Share this:
નવી દિલ્હી : સબરીમાલા (Sabarimala) પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ મોટો ચુકાદો આપતાં મહિલાઓના પ્રવેશ પર હાલ મનાઈ લગાવવાનો ઇન્કાર કરી દીધો છે. તેની સાથે જ આ મામલાને સુપ્રીમ કોર્ટે લાર્જર બેન્ચને મોકલી આપ્યો છે. હવે સાત જજોની બેન્ચ આ મામલામાં પોતાનો ચુકાદો આપશે. બે જજોની અહસમતિ બાદ આ કેસ લાર્જર બેન્ચને સોંપવામાં આવ્યો છે. બીજી તરફ, માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી (Rahul Gandhi)ને રાહત આપી દીધી છે. તેમની સામે કોર્ટના અનાદરનો કેસ (Contempt Plea) નહીં ચાલે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ (Rafale Deal) પર મોદી સરકાર (Modi Government)ને મોટી રાહત આપી છે. સુપ્રીમે પુનર્વિચાર અરજી (Review Petition)ને ફગાવી દીધી છે.

સબરીમાલા મામલો લાર્જર બેન્ચને સોંપાયો

સબરીમાલા વિવાદ પર ચુકાદો વાંચતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસની અસર માત્ર આ મંદિર નહીં પરંતુ મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ, અગીયારીમાં પારસી મહિલાઓના પ્રવેશ ઉપર પણ પડશે. પોતાના ચુકાદા દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પરંપરાઓ ધર્મના સર્વોચ્ચ સર્વમાન્ય નિયમો મુજબ હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બર 2018ના ચુકાદાને કાયમ રાખતાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને ચાલુ રાખ્યો છે અને તેની પર સ્ટે આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.


રાફેલ ડીલમાં સુપ્રીમ કોર્ટની મોદી સરકારને મોટી રાહત

સુપ્રીમ કોર્ટથી રાફેલ ડીલમાં મોદી સરકારને મોટી રાહત મળી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીવાળી બેન્ચે રાફેલ મામલામાં દાખલ કરવામાં આવેલી તમામ પુનર્વિચાર અરજીઓને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમને એવું નથી લાગતું કે આ મામલામાં કોઈ FIR દાખલ થવી જોઈએ કે પછી કોઈ પ્રકારની તપાસ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે એ વાતને નજરઅંદાજ નથી કરી શકતા કે હજુ આ મામલામાં એક કૉન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા એફિડેવિટમાં થયેલી ભૂલોનો સ્વીકાર કર્યો છે.

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની માફી મંજૂર, નહીં ચાલે અનાદરનો કેસ

માનહાનિ કેસમાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની માફીને મંજૂરી કરી દીધી. તેની સાથે જ કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે હવે રાહુલની વિરુદ્ધ કોર્ટ અનાદરનો કેસ નહીં ચાલે. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણીય પદો પર બેઠેલા લોકોને સાવધાનીથી નિવેદન આપવા જોઈએ. કોર્ટને રાજનીતિ વિવાદમાં સામેલ ન કરવી જોઈએ. રાહુલ ગાંધીએ માફી માંગી લીધી હતી. અમે માફીને મંજૂર કરી દીધી છે.

આ પણ વાંચો,

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન પર શિવસેનાનો કટાક્ષ, 'દયા કુછ તો ગડબડ હૈ'
BRICS Summit સમિટ પહેલા પીએમ મોદીએ કહ્યુ, ભારત દુનિયાની સૌથી ખુલ્‍લી અને અનુકૂળ અર્થવ્યવસ્થા છે
First published: November 14, 2019, 11:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading