Home /News /national-international /ન્યાયનો દિવસ: જોબ અને એડમિશનમાં 10 ટકા EWS કોટા પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

ન્યાયનો દિવસ: જોબ અને એડમિશનમાં 10 ટકા EWS કોટા પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

સુપ્રીમ કોર્ટ (ફાઇલ તસવીર)

સુપ્રીમ કોર્ટ આજે 103માં સંવિધાન સંશોધનની માન્યતાને પડકાર આપતી અરજી પર પોતાના ચુકાદો આપશે. તેમાં એડમિશન અને સરકારી નોકરીમાં આર્થિક રીતે નબળા વર્ગના વ્યક્તિઓને 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ આજે 103માં સંવિધાન સંશોધનની માન્યતાને પડકાર આપતી અરજી પર પોતાના ચુકાદો આપશે. તેમાં એડમિશન અને સરકારી નોકરીમાં આર્થિક રીતે નબળા વર્ગના વ્યક્તિઓને 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. પીઠે 27 સપ્ટેમ્બરે આ ચુકાદાને સુરક્ષિત રાખ્યો હતો. પાંચ સભ્યોવાળી સંવિધાન પીઠમાં મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિત, જસ્ટિસ દિનેશ માહેશ્વરી, એસ રવીન્દ્ર ભટ, બેલા એમ ત્રિવેદી અને જેબી પારડીવાલા છે. આ મામલામાં મેરોથન સુનાવણી લગભગ સાત દિવસ સુધી ચાલી હતી. તેમાં અરજીકર્તા અને તત્કાલિન અટોર્ની જનરલ કેકે વેણૂગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ EWS કોટાનો બચાવ કર્યો હતો.

આ પણ વાંચો: અનામત વ્યવસ્થા પ્રતાડિત લોકો માટે, ગરીબ સર્વણોને બીજી સુવિધા આપો: સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

શિક્ષણવિદ મોહન ગોપાલે આ મામલામાં 13 સપ્ટેમ્બરે પીઠ સમક્ષ દલીલો આપી હતી અને ઈડબ્લ્યૂએસ કોટા સંશોધનનો વિરોધ કરતા તેને પાછલા બારણેથી અનામતની અવધારણાને ખતમ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. અરજીકર્તાનું પ્રતિનિધિત્વ કરનારા કાયદાના વિદ્રાન ડો. જી મોહન ગોપાલે તર્ક આપ્યો હતો કે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એક ક્ષેણી છે. જે તમામ શ્રેણીને પછાત વર્ગ તરીકે એકજૂટ કરે છે. સામાજિક, આર્થિક અને રાજકીય રીતે પછાતપણાના આધાર પર. તેમણે તર્ક આપ્યો કે વર્ગોનું વિભાજન, અનામત આપવા માટે એક પૂર્વાપેક્ષા તરીકે આગળ વધવાની ગુણવત્તા સંવિધાનના મૂળ ઢાંચાનો વિરોધ કરે છે.

અરજીમાં શું તર્ક આપવામાં આવ્યો


આ અગાઉ ગોપાલે તર્ક આપ્યો હતો કે, 103માં સંશોધન સંવિધાન સાથે છેતરપીંડી થઈ છે. જમીની હકીકત એ છે કે, આ દેશને જાતિના આધાર પર વહેંચી રહ્યું છે. તેમણે ભાર આપીને કહ્યુ કે, સંશોધન સામાજિક ન્યાયની સંવૈધાનિક દ્રષ્ટિ પર હુમલો છે. તેમના રાજ્યમાં, જે કેરલ છે, તેમને એ કહેતા ખુશી થાય છે કે, સરકારે EWS માટે એક આદેશ જાહેર કર્યો છે અને ઉંચ્ચી જાતિ હતી અને તે તમામ દેશની સૌથી વિશેષાધિકાર જાતિઓ હતી.સિનિયર એડવોકેટ પી. વિસ્લને તર્ક આપ્યો કે, અનુચ્છેદ 15(4) અને 16(4) અનામત આપવાની જોગવાઈ કરવામાં સક્ષમ રહ્યું છે. જે સદીયોથી ચાલ્યા આવતા સામાજિક ભેદભાવને દૂર કરવા અને સમાનતાને પ્રોત્સાહન આપવા માટે પોઝિટિવ કાર્યવાહી છે. તેમણે કહ્યું કે, 103માં સંશોધન અનુચ્છેદ 15(4) અને 16(4) દ્વારા મળતી વાસ્તવિક સમાનતાને સમાપ્ત અને નષ્ટ કરી દે છે અને સમાજમાં એસસી/એસટી/ઓબીસીને પૂર્વ સંવિધાન સ્થિતિમાં પાછી લઈ આવે છે.
First published:

Tags: 10% reservation, Supreme Court

विज्ञापन