નવી દિલ્હી: સમલૈંગિક લગ્નના (Same Sex Marriage) કેસની સુનાવણી 5 જજોની બંધારણીય બેંચ (Constitution bench) કરશે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે, હવે આ મામલે 18 એપ્રિલે લાઈવ સ્ટ્રીમિંગ થશે. ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની ત્રણ જજોની બેંચે આ મામલાને બંધારણીય બેંચને મોકલવાની ભલામણ કરી છે. અરજદારોને કેન્દ્ર સરકારની એફિડેવિટનો જવાબ દાખલ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. અરજીઓનો વિરોધ કરતાં કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, તે 'સામાજિક નૈતિકતા અને ભારતીય નૈતિકતા સાથે સુસંગત નથી'.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, અમારું એફિડેવિટ જણાવે છે કે 'ભારતીય વૈધાનિક અને પર્સનલ લો શાસનમાં લગ્નની કાયદાકીય સમજ' માત્ર જૈવિક પુરુષ અને જૈવિક મહિલા વચ્ચેના લગ્નનો સંદર્ભ આપે છે. આમાં કોઈપણ હસ્તક્ષેપ વ્યક્તિગત કાયદાઓ અને સ્વીકૃત સામાજિક મૂલ્યોના નાજુક સંતુલનને પૂર્વ-નાશ કરશે.
કેન્દ્ર સરકારે ઉઠાવ્યો વાંધો, કહ્યું- જ્યારે સમલૈંગિક લગ્નને માન્યતા મળશે...
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે પ્રેમ, અભિવ્યક્તિ અને પસંદગીની સ્વતંત્રતાનો અધિકાર પહેલેથી જ અકબંધ છે. એ અધિકારમાં કોઈ દખલ કરતું નથી. તે પણ સ્પષ્ટ છે કે, તેનો અર્થ લગ્ન કરવાના અધિકારને માન્યતા આપવાનો નથી. તેમણે કહ્યું કે, જે ક્ષણે સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવશે, તેનાથી ઘણા પ્રશ્નો ઉભા થઈ શકે છે. આનાથી બાળકને દત્તક લેવાનો પ્રશ્ન ઊભો થશે અને તેથી સંસદે બાળકના મનોવિજ્ઞાનના મુદ્દા પર ધ્યાન આપવું પડશે. તેને આ રીતે ઉછેરી શકાય કે નહીં તે તપાસવું પડશે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગે દંપતીએ દત્તક લીધેલું બાળક ગે હોવું જરૂરી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર