Home /News /national-international /PM Security Breach Case: PMના સુરક્ષા કેસની તપાસ કરશે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતા વાળી કમિટી

PM Security Breach Case: PMના સુરક્ષા કેસની તપાસ કરશે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતા વાળી કમિટી

જાણકારી સામે આવી છે કે PM સુરક્ષા કેસ મામલે સુપ્રીમ કોર્ટ સ્વતંત્ર તપાસ કમિટી બનાવવા માટે સંમત થઈ ગઈ છે.

PM Security Breach Case: જાણકારી સામે આવી છે કે સુપ્રીમ કોર્ટ (Supreme Court) સ્વતંત્ર તપાસ કમિટી (investigation committee) બનાવવા માટે સંમત થઈ ગઈ છે. આ કમિટીની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ કરશે.

નવી દિલ્હી. પંજાબ (Punjab)માં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સુરક્ષામાં થયેલી ચૂક (PM Security Breach Case)ના કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) સુનાવણી કરી રહ્યું છે. આ દરમિયાન બંને પક્ષ તરફથી દલીલ રજૂ કરવામાં આવી રહી છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) એનવી રમણ (NV Ramana)ની અધ્યક્ષતા વાળી બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહ્યું છે. આ દરમિયાન માનવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ પીએમ મોદીની સુરક્ષા ચૂક કેસમાં સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં સ્વતંત્ર તપાસ કમિટી બનાવી શકે છે.

જાણકારી સામે આવી છે કે સુપ્રીમ કોર્ટ સ્વતંત્ર તપાસ કમિટી બનાવવા માટે સંમત થઈ ગઈ છે. આ કમિટીની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ કરશે. તો આમાં ચંડીગઢના ડીજીપી, NIAના આઈજી, પંજાબ તેમ જ હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને પંજાબના એડીજીપી (સુરક્ષા)ને પણ સામેલ કરવામાં આવી શકે છે. જોકે, હજુ આનો સત્તાવાર આદેશ આવવાનો બાકી છે.

સોમવારે થયેલી સુનાવણી દરમિયાન સીજેઆઈએ સરકારને પૂછ્યું કે જો તમે શિસ્તબદ્ધ કાર્યવાહી કરવા ઈચ્છો છો તો કોર્ટ તરફથી તપાસ કમિટી બનાવવાનું વાજબીપણું શું? કમિટી શું કામ કરશે? આના પર સોલિસિટર જનરલે કહ્યું કે કોર્ટ અમારી રિપોર્ટની સમીક્ષા કરે. CJIએ પૂછ્યું કે તો પછી પંજાબની કમિટીને પણ કામ કરવા આપીએ? મહેતાએ કહ્યું કે પંજાબની કમિટીમાં મુશ્કેલીઓ છે. CJIએ કહ્યું કે, અમે પીએમની સુરક્ષા સાથે જોડાયેલા આ મામલાને ગંભીરતાથી લીધો છે.

આ પણ વાંચો: Omicron Siblings BE.1: હવે ઓમિક્રોનના ભાઈનો ખતરો, ઝડપથી ડેલ્ટાની જગ્યા લઈ રહ્યો છે આ નવો વેરિએન્ટ

CJIએ કહ્યું કે સવાલ એ છે કે કઈ રીતે તપાસ થાય. શું કોઈને સજા આપવા માટે થાય. જો એમ થાય તો તેમાં કોર્ટનું શું કામ છે. માની લો કે કોઈને તપાસમાં જવાબદાર માની લેવામાં આવે તો તેમાં અમે શું કરશું. આ પીએમની સિક્યોરિટીનો મામલો છે. એવું નથી કે અમે હળવાશમાં લઈ રહ્યા હોઈએ. કૃપયા કરીને એવું ન માનો કે અમે આ મુદ્દાને ગંભીરતાથી નથી લઈ રહ્યા. આ પીએમની સુરક્ષાનો મુદ્દો છે.
First published:

Tags: CJI, PM Modi પીએમ મોદી, Pm security breach, Supreme Court, પીએમ નરેન્દ્ર મોદી

विज्ञापन