કોરોના: સુપ્રીમ કોર્ટે દેશમાં ઓક્સિજન સપ્લાય માટે નેશનલ ટાસ્ક ફોર્સની કરી રચના

કોરોના: સુપ્રીમ કોર્ટે દેશમાં ઓક્સિજન સપ્લાય માટે નેશનલ ટાસ્ક ફોર્સની કરી રચના
ફાઇલ ફોટો

 • Share this:
  નવી દિલ્લી: કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેરના પ્રકોપની વચ્ચે સુપ્રિમ કોર્ટ (Suprime Court)એ એક નેશનલ ટાસ્ક ફોર્મની રચના કરી છે. આ ટાસ્ક ફોર્મ દેશમાં મેડિકલ ઓક્શિજનની જરૂરિયાત, અને વિતરણના આધારે મૂલ્યાંકન કરવાનું કમ કરશે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય સ્તર પર ટાસ્ક ફોર્સની રચનાનો મુખ્ય હેતુ મહામારીના સમયમાં લોકોને પડી રહેલી તકલીફોને કૂર કરવાનો છે.

  સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ ટાસ્ક ફોર્સની રચના હાલની સમસ્યાઓનું સમાધાન શોધવામાં અને નિર્ણય લેનારાઓને ઇનપુટ લેવામાં મદદ કરશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ટાસ્ક ફોર્સ વર્તમાન અને ભવિષ્ય માટે પારદર્શક અને વ્યાવસાયિક ધોરણે રોગચાળાના પડકારોનો સામનો કરવા માટે વ્યૂહરચના પ્રદાન કરશે.  ટાસ્ક ફોર્મમાં આ 12 સભ્યોનો સમાવેશ

  (1) ડૉ.ભબતોષ વિશ્વાસ, કોલકાતાની પશ્ચિમ બંગાળ આરોગ્ય વિજ્ઞાન યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ

  (2) ડૉ. દેવેન્દ્ર સિંહ રાણા, અધ્યક્ષ, પ્રબંધક બોર્ડ, સર ગંગારામ હોસ્પિટલ, દિલ્લી

  (3) ડૉ. દેવી પ્રસાદ શેટ્ટી, અધ્યક્ષ અને કાર્યકારી નિર્દેશક, નારાયણ હેલ્થ કેર, બેંગ્લોર

  (4) ડૉ. ગગનદીપ કાંગ, પ્રોફેસર, ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોર, તમિલનાડુ

  (5) ડૉ. જેવી પીટર, નિર્દેશક, ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોર, તમિલનાડુ

  (6)ડૉ. નરેશ ત્રેહાન, નિર્દેશક, મેદાંતા હોસ્પિટલ, ગુરુગ્રામ

  (7) ડૉ. રાહુલ પંડિત, નિર્દેશક, ક્રિટિકલ કેયર મેડિસિન અને આઇસીયુ, ફોર્ટિસ હોસ્પિટલ, મુંબઇ

  (8) ડૉ. સૌમિત્રા રાવત, અધ્યક્ષ અને પ્રમુખ, સર્જિકલ ગૈસ્ટ્રોએંટરલોજી અને લિવર ટ્રાન્સપ્લન્ટ વિભાગ, સર ગંગા રામ હોસ્પિટલ

  (9) ડૉ. શિવકુમાર સરીન,વરિષ્ઠ પ્રોફેસર અને ડિરેક્ટર, હિપેટોલોજી વિભાગ, ડિરેક્ટર, ઇન્સ્ટિટ્યૂટ Liફ લીવર એન્ડ બિલીઅરી સાયન્સ (ILBS), દિલ્હી

  (10) ડૉ. ઝરીર એફ. ઉદવાડિયા, સલાહકાર છાતી ચિકિત્સક, હિન્દુજા હોસ્પિટલ, બ્રીચ કેન્ડી હોસ્પિટલ અને પારસી હોસ્પિટલ, મુંબઇ

  (11) સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર

  (12) નેશનલ ટાસ્ક ફોર્સના કન્વીનર, જે સભ્ય પણ હશે, તે કેન્દ્રના કેબિનેટ સચિવ રહેશે.

  આ અગાઉ સુપ્રિમ કોર્ટે શુક્રવારે કેન્દ્રને કોવિડ -19 દર્દીઓની સારવાર માટે આગામી ઓર્ડર સુધી 700 મેટ્રિક ટન પ્રવાહી ઓક્સિજન (એલએમઓ)ની સપ્લાય ચાલુ રાખવાનું કહ્યું છે. જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે રાજધાનીમાં મેડિકલ ઓક્સિજન સપ્લાય ઘટાડવા અંગેની દિલ્હી સરકારની અરજીની નોંધ કરી હતી અને ચેતવણી આપી હતી કે જો 700 મેટ્રિક ટન એલએમઓ દૈનિક સપ્લાય ન કરવામાં આવે તો તે સંબંધિત અધિકારીઓ સામે આદેશ આપશે.

  આ સમિતિ એક અઠવાડિયામાં કામ શરૂ કરશે અને કેન્દ્ર સરકારને સલાહ આપશે કે કયા રાજ્યને કેટલું ઓક્સિજન આપવું જોઈએ. રાજ્યની બદલાતી પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી, સમિતિ સરકારને ઓક્સિજન અંગે સલાહ આપશે.
  Published by:kuldipsinh barot
  First published:May 08, 2021, 19:29 pm

  ટૉપ ન્યૂઝ