નવી દિલ્હીઃ પાટીદાર આંદોલન હિંસા કેસમાં હાર્દિક પટેલને (Hardik Patel) સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે હિંસા કેસમાં હાર્દિક પટેલને દોષિત ઠેરવવાના નિર્ણય પર રોક લગાવી દીધી છે. પટેલે ચૂંટણી લડવા માટે દોષિત ઠેરવવા પર સ્ટે માંગ્યો હતો. હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટના (Gujarat high-count) નિર્ણય સામે અરજી દાખલ કરી સજાને સ્થગિત કરવાની માંગ કરી હતી જેથી તે 2019ની લોકસભાની ચૂંટણી (Gujarat Election) લડી શકે.
દોષિત ઠેરવવા પર સ્ટે મૂક્યો
એએનઆઇ પાસેથી મળતી માહિતી પ્રમાણે, પાટીદાર આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપી મામલે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની અપીલ પર નિર્ણય ન આવે ત્યાં સુધી દોષિત ઠેરવવા પર સ્ટે મૂક્યો છે. તેમણે કહ્યું છે કે, સંબંધિત હાઈકોર્ટે દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવો જોઈતો હતો.
હાર્દિકના વકીલે શું કહ્યુ?
હાર્દિક પટેલના વકીલ મનિન્દર સિંહે કહ્યું કે, તેને ચૂંટણી લડતા અટકાવવો એ અધિકારોનું હનન છે. હાર્દિક પટેલે 2019માં એકવાર ચૂંટણી લડવાની તક ગુમાવી છે. હાર્દિક પટેલના વકીલે કહ્યું કે, તે કોઇ ગંભીર હત્યારો નથી, પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. તમને જણાવી દઈએ કે, હાર્દિક પટેલને 2019ની લોકસભા ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યો હતો.
Supreme Court stays conviction of Congress leader Hardik Patel until the appeals are decided, in rioting and arson during the Patidar quota stir, saying that concerned High Court should have stayed the conviction
અરજીમાં કહેવામાં આવ્યું હતુ કે, નવજોત સિંહ સિદ્ધુ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે- દોષિત ઠરાવની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે એ પણ જોવું જોઈએ કે વ્યક્તિ પર તેની શું અસર પડશે અને જો તેને યથાવત રાખવામાં આવે તો તે ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે. આ જ નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે, આવા કેસોમાં હાજર પુરાવાઓને પણ ધ્યાનમાં લેવામાં આવે. હાર્દિકના કેસમાં કોઈ સીધો પુરાવો નથી અને આખો કેસ અફવા પર આધારિત છે. પિટિશનમાં દોષિત ઠરાવીને હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવાની વિનંતી કરવામાં આવી હતી.
પાટીદારોના પણ 10 કેસ પાછા ખેંચ્યા હતા
ગયા મહિનાની શરૂઆતમાં, ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલનના સંદર્ભમાં નોંધાયેલા 10 કેસ પાછા ખેંચી લીધા હતા. સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે તે સમયે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા નિર્દેશો મુજબ કેસ પાછા ખેંચવા માટે વિવિધ કોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી. અમદાવાદની સેશન્સ કોર્ટે સાત કેસ પાછા ખેંચવાની મંજૂરી આપી હતી.
સિટી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે વધુ ત્રણ કેસ પાછા ખેંચવાની મંજૂરી આપી હતી, જે અન્ય કલમો વચ્ચે કલમ 143, 144, 332 હેઠળ નોંધાયેલા હતા. , બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, હાર્દિક પટેલ સામેના રાજદ્રોહના કેસ સિવાય અમદાવાદની સેશન્સ કોર્ટમાં પાટીદાર અનામત આંદોલનનો કોઈ કેસ પેન્ડિંગ નથી. તેમણે કહ્યું હતું કે, મેટ્રોપોલિટન કોર્ટ 15 એપ્રિલે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલ પટેલ અને અન્યો સામેના ફોજદારી કેસને પાછો ખેંચવા અંગેનો આદેશ આપી શકે છે.