ટોળાથી લોકોને બચાવવાની જવાબદારી રાજ્ય સરકારોની છેઃ સુપ્રીમ કોર્ટ

News18 Gujarati
Updated: July 4, 2018, 7:23 AM IST
ટોળાથી લોકોને બચાવવાની જવાબદારી રાજ્ય સરકારોની છેઃ સુપ્રીમ કોર્ટ

  • Share this:
સુપ્રિમ કોર્ટે દેશમાં વારંવાર થઈ રહેલ મોબ લોન્ચિંગની ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું છે કે, મોબ લિન્ચિંગ એક અપરાધ છે. કોર્ટે કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ કાયદાને હાથમાં ના લઈ શકે, અને આ રીતની ઘટના પર કાબુ મેળવવો રાજ્ય સરકારની જવાબદારી છે.

સીજેઆઈ દિપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની બેંચે કહ્યું કે, આ કાયદા-વ્યવસ્થાનો મામલો છે અને આના માટે રાજ્ય સરકાર જવાબદાર છે. સુનાવણી દરમ્યાન કોર્ટે જોયું કે, ગૌરક્ષાના નામે ભીડ હિંસા પર ઉતરી રહી છે, જે એક ક્રાઈમ છે.

એડિશનલ સોલિસિટર જનરલ પીએસ નરસિમ્હાએ કહ્યું કે, કેન્દ્રને પરિસ્થિતિઓની જાણકારી છે અને તે આને પહોંચીવળવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, કાયદો વ્યવસ્થા બનાવી રાખવી મુખ્ય સમસ્યા છે.

કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે, મોબ લોન્ચિંગ માટે અલગથી કાયદો બનાવવાની જરૂરત નથી. કેન્દ્રએ કહ્યું કે, લોકોની સુરક્ષા રાજ્ય સરકારોની જવાબદારી છે. કેન્દ્રએ કહ્યું કે, રાજ્યોની કાયદો વ્યવસ્થા બનાવી રાખવાની જવાબદારી રાજ્ય સરકારની છે.

સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો કે, આ રીતની ઘટનાને પહોંચીવળવા માટે તે રાજ્ય સરકારોને દિશાનિર્દેશ જાહેર કરે.

મહારાષ્ટ્રના ધુલામાં બાળક ચોરીની શંકામાં પાંચ લોકોની હત્યાતમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા મહારાષ્ટ્રના ધુલામાં ટોળાએ બાળક ચોર હોવાની શંકા રાખી પાંચ લોકોને ઢોર માર મારી હત્યા કરી દીધી. આજદ રીતે સોમવારે માંલેગામમાં પણ આજ રીતની અફવા પર ભરોસો કરી ચાર લોકોને ઢોર માર મારી અધમરા કરી દેવામાં આવ્યા હતા.

છેલ્લા કેટલાક દિવસોમાં વોટ્સઅપ મેસેજની અફવાના કારણે દેશના મોટાભાગના વિસ્તારમાં લોકોને મારી નાખવાની ઘટના સામે આવી છે. ઝારખંડ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશમાં પણ અફવાના કારણે ટોળાએ કેટલાએ લોકોનો જીવ લીધો છે. નકલી વોટ્સઅપ મેસેજના કારણે એક વર્ષમાં 29 લોકોની હત્યા થઈ ચુકી છે. માત્ર શંકાના આધારે ટોળાએ 29 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે.
First published: July 3, 2018, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading