સફાઈકર્મીઓના મોત મામલે સુપ્રીમની ચિંતા : કોઈ દેશમાં લોકોને મરવા માટે ગૅસ ચેમ્બરમાં નથી મોકલતા

સુપ્રીમ કોર્ટે હાથથી મેલું સાફ કરનારા લોકોને સુરક્ષાના પૂરતા ઉપકરણ પૂરાં ન પાડવાના કારણે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી

News18 Gujarati
Updated: September 18, 2019, 3:46 PM IST
સફાઈકર્મીઓના મોત મામલે સુપ્રીમની ચિંતા : કોઈ દેશમાં લોકોને મરવા માટે ગૅસ ચેમ્બરમાં નથી મોકલતા
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 18, 2019, 3:46 PM IST
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ હાથથી મેલું સાફ કરવા દરમિયાન સીવરમાં થનારા મોતો પર ચિંતા વ્યક્ત કરવાની સાથે જ સખ્ત ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પણ દેશમાં લોકોને મરવા માટે ગૅસ ચેમ્બરોમાં નથી મોકલવામાં આવતા. નોંધનીય છે કે, ભારતમાં મેન્યૂઅલ સ્કેવેજિંગ (Manual scavenging) કે હાથથી મેલું ઉપાડવાની પ્રથાને પ્રતિબંધિત કરવામાં આવી ચૂકી છે, પરંતુ હજુ પણ દેશમાં આ ગંભીર સમસ્યા કાયમ છે.

દર મહિને ચારથી પાંચ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે

સુપ્રીમ કોર્ટે હાથથી મેલું સાફ કરનારા લોકોને સુરક્ષાના પૂરતા ઉપકરણ (Security Equipments) પૂરાં ન પાડવાને લઈને કેન્દ્ર સરકાર (Central Government)ને ફટકાર (Reprimanded) લગાવી છે. કોર્ટે કહ્યું છે કે હાથથી મેલું સાફ કરવાના કારણે દર મહિને ચાર-પાંચ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. દેશને આઝાદ થયે 70 વર્ષથી વધુ સમય થઈ ચૂક્યો છે, પરંતુ દેશમાં જાતિના આધારે હજુ પણ ભેદભાવ ચાલુ છે.

આ પણ વાંચો, પાટણમાં ખાળકૂવો બન્યો મોતનો કૂવો, એક જ પરિવારના 5 લોકોના દટાઈ જવાથી મોત

1933થી અત્યાર સુધી 620 લોકોના મોત થયા છે

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય (Ministry of Social Justice and Empowerment)ના આંકડાઓ મુજબ, 1993થી અત્યાર સુધી આ પ્રથાના કારણે કુલ 620 લોકોના મોત થઈ ચૂક્યા છે. અત્યાર સુધી 445 મામલાઓમાં વળતર આપવામાં આવ્યું છે, 58 મામલાઓમાં આંશિક સમજૂતી કરવામાં આવી છે અને 117 મામલા પેન્ડિંગ છે. આ મામલામાં 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ મંત્રાલયને જાણકારી આપી છે, જે મુજબ માત્ર તમિલનાડુમાં જ આવા 114 મામલા નોંધાયેલા છે.
Loading...

આ પણ વાંચો, ગુજરાત સરકારે નવા મોટર વ્હીકલ એક્ટની અમલની તારીખ 15 ઓક્ટોબર સુધી લંબાવી

આ પણ વાંચો, ઑક્સફર્ડ ડિક્શનરીમાં Womanનું સમાનાર્થી Bitch, અપમાનજનક શબ્દ હટાવવાની માંગ

આ પણ વાંચો, સાવરકર જો PM બન્યા હોત તો પાકિસ્તાનનો જન્મ ન થયો હોત : ઉદ્ધવ ઠાકરે
First published: September 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...