નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના સીનિયર જસ્ટિસ એન.વી. રમન્ના (NV Ramana) દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) બની શકે છે. હાલના મુખ્ય ન્યાયાધીશ (CJI) એસ.એ. બોબડે (SA Bobde)એ પોતાના ઉત્તરાધિકારી તરીકે જસ્ટિસ રમન્નાના નામની ભલામણ કરી છે. CJI બોબડે 23 એપ્રિલે નિવૃત્ત થઈ રહ્યા છે.
જસ્ટિસ નાથુલાપતિ વેંકટ રમન્નાને 2 ફેબ્રુઆરી 2017ના રોજ સુપ્રીમ કોર્ટના જજ નિયુક્ત કરવામાં આવ્યા હતા. હાલ તેમના કાર્યકાળના બે વર્ષ બચ્યા છે. તેઓ 26 ઓગસ્ટ 2022ના રોજ નિવૃત્ત થશે. તેઓએ 10 ફેબ્રુઆરી 1983માં વકાલતની શરૂઆત કરી હતી. જ્યારે ચંદ્રબાબૂ નાયડૂ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી હતા તે સમયે જસ્ટિસ રમન્ના આંધ્ર પ્રદેશ સરકારના એડિશનલ એડવોકેટ જનરલ હતા.
Chief Justice of India (CJI) SA Bobde (file photo) sends a letter to Central government recommending to appoint senior most Supreme Court Judge Justice NV Ramana as the next CJI.
ખેડૂત પરિવારમાંથી આવતા જસ્ટિસ એન.વી. રમન્નાએ સાયન્સ અને લૉમાં ગ્રેજ્યૂએશન કર્યું છે. ત્યારબાદ તેઓએ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ, કેન્દ્રીય પ્રશાસનિક ટ્રિબ્યૂનલ અને સુપ્રીમ કોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. રાજ્ય સરકારોની એજન્સીઓ માટે તેઓ પેનલ કાઉન્સિલ તરીકે પણ કામ કરતા હતા. 27 જૂન 2000માં તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં સ્થાયી જજ તરીકે નિયુક્ત થયા હતા. ત્યારબાદ વર્ષ 2013માં 13 માર્ચથી લઈને 20 મે સુધી તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ રહ્યા હતા.
2 સપ્ટેમ્બર 2013ના રોજ જસ્ટિસ રમન્નાનું પ્રમોશન થયું. ત્યારબાદ તેઓ દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત થયા. ત્યારબાદ 17 ફેબ્રુઆરી 2014ના રોજ તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા. જસ્ટિસ એન.વી. રમન્ના હાલ સુપ્રીમ કોર્ટના સીનિયર જજોમાં સીજેઆઈ એસ.એ. બોબડે બાદ બીજા નંબર પર આવે છે. એવામાં તેમનું આગામી ચીફ જસ્ટિસ બનવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.
" isDesktop="true" id="1082583" >
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં જજોની અનુમોદિત સંખ્યા 34 (ચીફ જસ્ટિસ સહિત) છે. જોકે, કોર્ટ હાલમાં 30 જજોની સાથે કાર્યરત છે, કારણ કે જસ્ટિસ ગોગોઈ, જસ્ટિસ ગુપ્તા, જસ્ટિસ ભાનુમતિ અને જસ્ટિસ મિશ્રાની સેવાનિવૃત્તિ બાદ અત્યાર સુધી એક પણ નિયુક્તિ નથી થઈ શકી. જસ્ટિસ ગોગોઈ 2019માં સેવાનિવૃત્ત થયા હતા, જ્યારે બીજા જજ 2020ની શરૂઆતમાં સેવાનિવૃત્ત થયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર