નવી દિલ્હી: મુજફ્ફરપુર શેલ્ટર હોમ મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન કોર્ટે નીતીશ સરકારને ફટકાર લગાવતાં કહ્યું કે આ મામલે રાજ્યનું વલણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ અમાનવીય અને લાપરવાહીપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે ત્યાં ઉપસ્થિત મુખ્ય સચિવને પૂછ્યું કે જો અપરાધ થયો હતો તો આરોપીની વિરુદ્ધ આઈપીસીની કલમ 377 અને પોક્સો એક્ટ હેઠળ હજુ સુધી કેસ નોંધવામાં કેમ નથી આવ્યો. કોર્ટે પૂછ્યું કે શું બાળકો દેશના નાગરીક નથી. સુપ્રીમ કોર્ટ હવે આ મામલાની સુનાવણી બુધવારે કરશે.
કોર્ટે કહ્યું કે, તમે લોકો (બિહાર સરકાર) શું કરી રહ્યા છો? આ શરમજનક છે. કોઈ બાળક સાથે કુકર્મ થાય છે અને તમે કંઈ નથી કહેતા? તમે આવું કેવી રીતે કરી શકો? આ અમાનવીય છે. અમને જણાવવામાં આવ્યું હતું કે આ મામલાને ગંભીરતાથી જોવામાં આવશે, શું આ ગંભીરતા છે? અમે જ્યારે પણ આ મામલાની ફાઇલ વાંચીએ છીએ, દુ:ખ થાય છે.
Supreme Court says, “What are you (Bihar govt) doing? It’s shameful. If the child is sodomised you say it’s nothing? How can you do this? It’s inhuman. We were told that matter will be looked with great seriousness, this is seriousness? Every time I read this file it’s tragic.” https://t.co/jRTxusLQfK
બિહારના ચીફ સેક્રેટરી પર નારાજગી વ્યક્ત કરતાં કોર્ટે કહ્યું કે તમે તમારા કૃત્ય જસ્ટિફાય કરો. કોર્ટે મુખ્ય સચિવને કાલે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત બિહાર સરકારને 24 કલાકમાં એફઆઈઆરમાં ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું છે.
મંજૂ વર્માની ધરપકડ કરવાને લઈને પણ કોર્ટે લગાવી હતી ફટકાર
આ પહેલા આ કેસની આરોપી બિહારની પૂર્વ મંત્રી મંજૂ વર્માની ધરપકડ નહીં કરવાને લઈ સુપ્રીમ કોર્ટે બિહાર સરકારની કડક શબ્દોમાં ટીકા કરી હતી. 12 નવેમ્બરે થયેલી સુનાવણીમાં સુપ્રીમે પૂછ્યું હતું કે મુજફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં સીબીઆઈના દરોડા દરમિયાન મંજૂ વર્માના ઘરેથી હથિયાર મળ્યા બાદ પણ તેમની ધરપકડ કેમ નથી કરવામાં આવી?
જસ્ટિસ લોકુરે કહ્યું હતું કે, કેબિનેટ મંત્રી ફરાર છે, ખૂબ સારી વાત કહેવાય! આવું કેવી રીતે થઈ શકે કે એક કેબિનેટ મંત્રી ફરાર હોય અને કોઈને તેની માહિતી પણ નથી કે અંતે તે છે ક્યાં? શું આ મામલાની ગંભીરતા તમને સમજમાં આવી રહી છે કે એક કેબિનેટ મંત્રી ફરાર થઈ ગઈ છે. બસ હવે બહુ થઈ ગયું.
સુપ્રીમ કોર્ટના આ કડક વલણ બાદ જ 19 નવેમ્બરે મંજૂ વર્માએ બિહારના બેગૂસરાય સ્થિત કોર્ટમાં સમર્પણ કરી દીધું હતું. મુજફ્ફરપુરના હોમ શેલ્ટરમાં માસૂમ બાળકીઓ સાથે હેવાનિયતના મામલામાં બિહારની પૂર્વ સમાજ કલ્યાણ મંત્રી મંજૂ વર્માના ઘરે પોલીસના દરોડામાં 50 કારતૂસ મળી હતી. પોલીસે આ સંબંધમાં તેમની વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર