સુપ્રીમની કેન્દ્ર સરકારને મોટી રાહત: SC/ST સંશોધન કાયદા પર રોકનો ઇન્કાર

પ્રતિકાત્મક તસવીર

આ મામલાની આગામી સુનાવણી હવે 19 ફેબ્રુઆરીએ થશે

 • Share this:
  સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટી રાહત આપતાં SC/ST અત્યાચાર અધિનિયમ સંશોધન કાયદો 2018 પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો. આ મામલાની આગામી સુનાવણી હવે 19 ફેબ્રુઆરીએ થશે.

  અનુસૂચિત જાતિ, જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 હેઠળ જાતિસૂચક શબ્દોના ઉપયોગ સંબંધી ફરિયાદ પર તાત્કાલિક મામલો નોંધવામાં આવતો હતો. એવા મામલામાં તપાસ માત્ર ઇન્સ્પેક્ટર રેન્કના પોલીસ અધિકારી જ કરતા હતા. આ મામલામાં કેસ નોંધાયા બાદ તરત જ ધરપકડ કરવાની જોગવાઈ હતી. આ પ્રકારના મામલાઓમાં આગોતરા જામીન નહોતા મળતા. માત્ર હાઈકોર્ટથી જ નિયમિત જામીન મળી શકતા હતા. સરકારી કર્મચારીની વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતાં પહેલા તપાસ એજન્સીને ઓથોરિટીથી મંજૂરી નહોતી લેવી પડતી. એસસી/એસટી મામલાની સુનાવણી માત્ર સ્પેશલ કોર્ટમાં જ થતી હતી.  પરંતુ 21 માર્ચે સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (એસસી/એસટી એક્ટ 1989) હેઠળ નોંધાયેલા મામલામાં તાત્કાલીક ધરપકડ પર રોક લગાવી દીધી. કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે સરકારી કર્મચારીઓની ધરપકડ માત્ર સક્ષમ ઓથોરિટીની મંજૂરી લીધા બાદ જ થઈ શકે છે. જે લોકો સરકારી કર્મચારી નથી, તેમની ધરપકડ એસએસપીની મંજૂરીથી થઈ શકશે. જોકે, કોર્ટે એ સ્પષ્ટ કર્યું છે કે ધરપકડની મંજૂરી લેવા માટે તેના કારણોને રેકોર્ડ પર રાખવા પડશે.

  સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ દેશભરમાં અનેક પ્રદર્શન થયા હતા. દલિત સંગઠનોએ ભારત બંધનું આહ્વાન આપ્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારે સંશોધન બિલ પાસ કરીને જૂના નિયમોને પરત લાગુ કરી દીધા.

  આ પણ વાંચો, PM મોદીએ ગાંધીજીથી શીખી 3 મોટી વાતો, તેથી દુનિયાભરમાં વાગી રહ્યો છે ડંકો
  Published by:Mrunal Bhojak
  First published: