સુપ્રીમ કોર્ટનો આદેશ- ઉમેદવારની જાહેરાતના 48 કલાકની અંદર આપવી પડશે ક્રિમિનલ કેસોની જાણકારી

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે, જો કોઈ ઉમેદવારની ઉપર કોઈ અપરાધિક કેસ નોંધાયેલો છે કે કોઈ મામલામાં ઉમેદવાર આરોપી છે તો તેની જાણકારી પણ 48 કલાકની અંદર આપવી પડશે

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે, જો કોઈ ઉમેદવારની ઉપર કોઈ અપરાધિક કેસ નોંધાયેલો છે કે કોઈ મામલામાં ઉમેદવાર આરોપી છે તો તેની જાણકારી પણ 48 કલાકની અંદર આપવી પડશે

 • Share this:
  નવી દિલ્હી. રાજનીતિના અપરાધીકરણ સાથે જોડાયેલા એક કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ આદેશ આપ્યો છે કે તમામ રાજકીય પાર્ટીઓને (Political Parties) પોતાની પાર્ટીના ઉમેદવારો (Election Candidates)ની જાહેરાત કર્યાના 48 કલાકની અંદર તેમની સાથે જોડાયેલી તમામ જાણકારી સાર્વજનિક કરવી પડશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે, જો કોઈ ઉમેદવારની ઉપર કોઈ અપરાધિક કેસ નોંધાયેલો છે કે કોઈ મામલામાં ઉમેદવાર આરોપી છે તો તેની જાણકારી પણ 48 કલાકની અંદર આપવી પડશે.

  સુપ્રીમ કોર્ટે રાજકીય પાર્ટીઓના અપરાધિક રેકોર્ડવાળી ગાઇડલાઇન્સને વધુ કડક કરી છે અને પોતાના જૂના ચુકાદામાં સુધારો કર્યો છે. સુપ્રીમ કોર્ટ રાજનીતિમાં અપરાધીકરણ સાથે જોડાયેલા 13 ફેબ્રુઆર, 2020ના પોતાના ચુકાદાને સંશોધિત કરતાં કહ્યું કે, રાજકીય પાર્ટીઓને ચૂંટણી માટે પસંદગી કરેલા ઉમેદાવારોનો અપરાધિક ઈતિહાસ પણ પ્રકાશિત કરવો પડશે.

  નોંધનીય છે કે, આ પહેલા ફેબ્રુઆરી 2020માં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાના પેરેગ્રાફ 4.4માં આદેશ આપ્યો હતો કે તમામ રાજકીય પાર્ટીઓને ઉમેદવારોની પસંદગીના 48 કલાકની અંદર કે નોમિનેશન દાખલ કરવાની પહેલી તારીખથી ઓછામાં ઓછા બે સપ્તાહ પહેલા, જે પણ પહેલા હોય તે ઉમેદવાર સાથે જોડાયેલી જાણકારી સાર્વજનિક કરવી પડશે. ઉમેદવાર પર જો કઈ અપરાધિક કેસ નોંધાયેલો છે તો તેની પણ જાણકારી સાર્વજનિક કરવી જરુરી હશે.

  સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, જે પણ રાજકીય પાર્ટી ઉમેદવારોના અપરાધિક રેકોર્ડ સાર્વજનિક નહીં કરે તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાને ધ્યાને લઈ પાર્ટીના ચૂંટણી ચિન્હને ફ્રીઝ કે સસ્પેન્ડ રાખવામાં આવશે. તેની પર રાજકીય પાર્ટી CPM તરફથી વકીલે કોઈ શરત વગર માફી માંગતા કહ્યું કે, અમારો પણ આવો વિચાર છે કે રાજનીતિનું અપરાધીકરણ ન થવું જોઈએ. તેની પર કોર્ટે CPMના વકીલને કહ્યું કે, માફથી કામ નહીં ચાલે. અમારા આદેશોનું પાલન કરવું પડશે.

  આ પણ વાંચો, Proud Moment: ઓફિસર દીકરીને જોઈ ઈન્સ્પેક્ટર પિતાએ કર્યું સેલ્યૂટ, તસવીરો થઈ રહી છે વાયરલ

  નોંધનીય છે કે, બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન અનેક ઉમેદવારો તરફથી તેમની પર નોંધાયેલા અપરાધિક કેસોની જાણકારી નહોતી રજૂ કરવામાં આવી. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે તેની પર કડક વલણ અપનાવ્યું છે.
  Published by:Mrunal Bhojak
  First published: