સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું, ઉમર અબ્દુલ્લાને મુક્ત કરવા હોય તો જલ્દી કરે, નહીં તો...

News18 Gujarati
Updated: March 18, 2020, 2:01 PM IST
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું, ઉમર અબ્દુલ્લાને મુક્ત કરવા હોય તો જલ્દી કરે, નહીં તો...
ઓમર અબ્દુલ્લા (ફાઇલ તસવીર)

બહેન સારા અબ્દુલ્લા પાયલટે અરજીમાં જણાવ્યું છે કે, ઉમરની અટકાયત તેમની અભિવ્યક્તિના અધિકારનું હનન છે.

  • Share this:
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરનાં (Jammu Kashmir) પૂર્વમુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની (Omar Abdullah) મુક્તિ અંગે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) બુધવારે સુનાવણી થઇ. આ દરમિયાન કોર્ટે કેન્દ્રને આવતા સપ્તાહ સુધીનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે, શું તેઓ પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને મુક્ત કરી રહ્યાં છે કે નહીં. જો તમે મુક્ત નહીં કરો તો અમે અટકાયત વિરુદ્ધ તેમની બહેન સારા અબ્દુલ્લા પાયલટની (Sara Abdullah Pilot) અરજી પર સુનાવણી કરવાનું શરૂં કરીશું.

મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતા ઉમર અબ્દુલ્લાની અટકાયત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં તેમની બહેને અરજી દાખલ કરી હતી. તેમની બહેન સારા અબ્દુલ્લા પાયલટે અરજીમાં જણાવ્યું છે કે, ઉમરની અટકાયત તેમની અભિવ્યક્તિના અધિકારનું હનન છે. આ સરકાર દ્વારા તેમના વિરોધીઓના અવાજ દબાવવાનો પ્રયાસ છે.

આ પણ વાંચો : નિર્ભયાનાં દોષીઓને ફાંસીએ લટકાવવા પવન જલ્લાદ તૈયાર, આપાઇ ડમી ફાંસી

સારાએ કોર્ટમાં કહ્યું હતું કે, પોતાના ભાઇનાં વેરિફાઇડ ફેસબુક એકાઉન્ટ તપાસતા તે ચોંકી ગયા હતાં. જે સોશિયલ મીડિય પોસ્ટને ઉમરનું દર્શાવ્યું અને તેનો તેમના વિરુદ્ધ ઉપયોગ થયો તે તેમનું નથી. સરકાર કહે છે કે પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબદુલ્લા જાહેર વ્યવસ્થા માટે ખતરો છે તે વાતને હું નકારું છું.

આ પણ વાંચો : Coronavirus Live Updates: તેલંગાનામાં વધુ એક કેસ નોંધાતા દેશમાં દર્દીઓની સંખ્યા થઇ 148

જમ્મુ કાશ્મીરના બે દિગ્ગજ નેતા ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સામે 6 ફેબ્રુઆરીનાં રોજ પબ્લિક સેફ્ટી એક્ટ (પીએસએ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમની અટકાયતનો ગાળો આ દિવસે પૂર્ણ થઈ રહ્યો હતો. આ બંનેને ઓગસ્ટ, 2019થી સરકારી ગેસ્ટ હાઉસમાં નજરબંધ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, પોલીસે ડોઝિયરમાં લખ્યું છે કે, ઉમર અબ્દુલ્લાનો પ્રજા પર ખાસ પ્રભાવ છે, તેઓ કોઈપણ કારણથી પ્રજાની ઉર્જાનો ઉપયોગ કરી શકે છે. જ્યારે પોલીસે જણાવ્યું છે કે, મેહબૂબા મુફ્તીએ દેશ વિરોધી નિવેદનો આપ્યા છે અને તેઓ ઉગ્રવાદીઓના સમર્થક છે.આ વીડિયો પણ જુઓ : 

 

 
First published: March 18, 2020, 2:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading