સુપ્રીમે ચૂંટણી પંચને પૂછ્યું- રમઝાનમાં સવારે 5 વાગ્યે મતદાન કરાવી શકાય?

News18 Gujarati
Updated: May 2, 2019, 12:01 PM IST
સુપ્રીમે ચૂંટણી પંચને પૂછ્યું- રમઝાનમાં સવારે 5 વાગ્યે મતદાન કરાવી શકાય?
સુપ્રીમે ચૂંટણી પંચને રમઝાન દરમિયાન મતદાન સવારે 5 વાગ્યે શરૂ કરવાની માંગ પર વિચાર કરવા કહ્યું છે

સુપ્રીમે ચૂંટણી પંચને રમઝાન દરમિયાન મતદાન સવારે 5 વાગ્યે શરૂ કરવાની માંગ પર વિચાર કરવા કહ્યું છે

  • Share this:
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને રમઝાન મહિના દરમિયાન મતદાનનો સમય સવારે 5 વાગ્યે કરવાની માંગ પર વિચાર કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ સવાલ એક પિટિશનના આધારે કર્યો છે જેમાં મતદાન સમય સવારે 7 વાગ્યાને બદલે 5 વાગ્યાનો કરવાની માંગ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે આ મામલા પર ચૂંટણી પંચ પાસે કોઈ જવાબ નથી માંગ્યો. કોર્ટે પંચ પાસેથી એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ આ પ્રકારની ભલામણને માન શકે છે કે નહીં. ઉલ્લેખનીય છે કે ચૂંટણી શરૂ થયા બાદ કોઈ મોટી ચૂક કે ઉલ્લંઘન સિવાય સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચના કામમાં દખલ ન કરી શકે. તેથી આ સમગ્રપણે ચૂંટણી પંચ પર નિર્ભર છે કે તેઓ તેની પર શું નિર્ણય લેશે.

આ પણ વાંચો, મોદીને અપશબ્દ કહી રહ્યા હતા બાળકો તો આવું હતું પ્રિયંકાનું રિએક્શનસુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી આ પિટિશનમાં માત્ર રમઝાન જ નહીં પરંતુ સતત વધતી ગરમીના કારણે પણ તેની પર વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રમઝાન મહિનો 5 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. રમઝાન શરૂ થયા બાદના ત્રણ ચરણોમાં 6 મે, 12 મે અને 19 મેના રોજ મતદાન થશે.

ઉલ્લેખનીય છે કે, 10 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ જ કેટલીક રાજકીય પાર્ટીઓ અને ધાર્મિક ગુરુઓએ ચૂંટણીના વધુ ચરણોને લઈ વાંધો વ્યક્ત કર્યો હતો.
First published: May 2, 2019, 11:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading