Home /News /national-international /

ખાપ પર સુપ્રીમે કહ્યું- બે પુખ્ત વયની વ્યક્તિના લગ્નમાં કોઈ દખલ ન દઈ શકે

ખાપ પર સુપ્રીમે કહ્યું- બે પુખ્ત વયની વ્યક્તિના લગ્નમાં કોઈ દખલ ન દઈ શકે

કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવવાની સાથે સાથે કેન્દ્ર સરકાર અને અરજી કરનાર વ્યક્તિ પાસેથી એવા ઉપાયો મંગાવ્યા છે.

કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવવાની સાથે સાથે કેન્દ્ર સરકાર અને અરજી કરનાર વ્યક્તિ પાસેથી એવા ઉપાયો મંગાવ્યા છે.

    ખાપ પંચાયતો સામે કડક વલણ અપનાવતા સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કહ્યું છે કે જો કોઈ બે પુખ્ત વયની વ્યક્તિ પોતાની મરજીથી લગ્ન કરવાનો નિર્ણય લે છે તો તેમાં કોઈ દરમિયાનગીરી ન કરી શકે. કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવવાની
    સાથે સાથે કેન્દ્ર સરકાર અને અરજી કરનાર વ્યક્તિ પાસેથી એવા ઉપાયો મંગાવ્યા છે, જેનાથી આ વિવાહિત દંપતીઓને સુરક્ષા પુરી પાડી શકાય. સુપ્રીમ કોર્ટે સાથે કહ્યું કે, તેમને સુરક્ષા આપવાની જવાબદારી પોલીસની છે.

    સુપ્રીમે ખાપ તરફથી પેરવી કરનાર વકીલને કડક શબ્દોમાં કહ્યું કે, 'કયા લગ્ન કાયદેસર છે અને કયા ગેરકાયદેસર તેનો નિર્ણય કોર્ટ જ કરી શકે છે. તમે આનાથી દૂર જ રહો.'

    હવે આ કેસની સુનાવણી 16મી ફેબ્રુઆરી થશે

    સુપ્રીમ કોર્ટે ખૂબ જ આકરું વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે હવેથી પુખ્ત વયના પ્રેમી જોડાઓને લગ્ન કરતા કોઈ ખાપ રોકી નહીં શકે. કોર્ટે સાથે જ કહ્યું કે પ્રેમ લગ્ન કરનાર લોકો સામે ખાપ દ્વારા જાહેર કરવામાં આવેલા ફરમાનો એકદમ ગેરકાયદેસર છે. કેન્દ્ર સરકાર ખાપ પંચાયતોને બેન કરે.

    ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની વડપણ હેઠળની ત્રણ જજની બેંચે 16 જાન્યુઆરીના રોજ આ કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે, કોઈ ખાપ, સમાજ કે માતા-પિતા પુખ્ત લોકોને કોઈની સાથે પ્રેમ વિવાહ કરતા રોકી શકે નહીં. આ બેંચમાં જસ્ટિસ દીપક મિશ્રા ઉપરાંત એએમ ખાનવિલકર અને ડીવાઈ ચંદ્રચૂડ સામેલ હતા.

    સુપ્રીમ કોર્ટે ખાપ પંચાયતો અને પ્રેમ લગ્ન કરનારને લઈને થઈ રહેલા હુમલાઓ રોકવામાં નિષ્ફળ રહેલી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને પણ ફટકાર લગાવી હતી. કોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે ઉઠાવવામાં આવેલા પગલાંઓ અંગે જવાબ રજૂ કરવા કર્યું હતું.

    જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે ખાપ પંચાયતો પર બેન મૂકવામાં કેન્દ્ર કોઈ પગલાં નથી ભરી રહી તો સુપ્રીમ કોર્ટે કાર્યવાહી કરશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Deepak Mishra, Supreme Court

    આગામી સમાચાર