સુપ્રીમ કોર્ટનો આદેશઃ 15 દિવસમાં તમામ પ્રવાસી શ્રમિકોને ઘરે મોકલવામાં આવે, તમામ કેસ પરત લો

News18 Gujarati
Updated: June 9, 2020, 2:52 PM IST
સુપ્રીમ કોર્ટનો આદેશઃ 15 દિવસમાં તમામ પ્રવાસી શ્રમિકોને ઘરે મોકલવામાં આવે, તમામ કેસ પરત લો
પ્રવાસી શ્રમિકો સામે નોંધવામાં આવેલા લૉકડાઉન ઉલ્લંઘનના કેસ પરત લેવામાં આવેઃ સપ્રીમ કોર્ટ

પ્રવાસી શ્રમિકો સામે નોંધવામાં આવેલા લૉકડાઉન ઉલ્લંઘનના કેસ પરત લેવામાં આવેઃ સપ્રીમ કોર્ટ

  • Share this:
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દેશભરમાં લૉકડાઉન (Lockdown)માં ફસાયેલા પ્રવાસી શ્રમિકો (Migrant Workers)ને લઈને મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને 15 દિવસની અંદર તમામ પ્રવાસી શ્રમિકોને તેમના ઘરે પરત મોકલવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, 15 દિવસમાં તમામ પ્રવાસીઓને પરત મોકલવામાં આવે. પ્રવાસી શ્રમિકો માટે 24 કલાકની અંદર કેન્દ્ર સરકાર તરફથી વધારાની ટ્રેનો આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે અન્ય રાજ્યોથી આ સંબંધમાં સોગંધનામું માંગ્યું છે.

લૉકડાઉનમાં પગપાળા વતને જતાં શ્રમિકો સામે થયેલા કેસ પરત લેવામાં આવે

સુપ્રીમ કોર્ટે તેની સાથે જ લૉકડાઉનમાં પગપાળા પોતાના વતને જતા પ્રવાસી શ્રમિકોની વિરુદ્ધ નોંધવામાં ઓવલા કેસોને પરત લેવા માટે પણ કહ્યું છે.

પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્થળાંતર દરમિયાન શ્રમિકો સામે નોંધવામાં આવેલા લૉકડાઉન ઉલ્લંઘનના કેસ પરત લેવામાં આવે. તમામ શ્રમિકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવે અને જે શ્રમિક ઘરે જવા માંગે છે તેમને 15 દિવસની અંદર ઘરે મોકલવામાં આવે.


આ પણ વાંચો, વર્લ્ડ બેંકનો રિપોર્ટઃ 150 વર્ષ બાદ આવી શકે છે ભારે મંદી, ભારત સહિત દુનિયામાં કરોડો લોકો થઈ જશે ગરીબ

શ્રમિકોને રોજગાર આપવા માટે બનાવવામાં આવે સ્કીમ

સુપ્રીમ કોર્ટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને શ્રમિકોને રોજગાર આપવા માટે સ્કીમ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. તેના વિશે પ્રદેશોને સુપ્રીમ કોર્ટને જાણકારી આપવી પડશે. કોર્ટે કહ્યું કે પ્રવાસી શ્રમિકોને તમામ સ્કીમનો લાભ આપવામાં આવે અને સ્કીમો વિશે શ્રમિકોને જણાવવામાં પણ આવે.

આ પણ વાંચો, યૂરોપે લૉકડાઉન કરીને બચાવ્યા 30 લાખ લોકોના જીવ, ભારતે સમય કરતાં પહેલા લૉકડાઉન હટાવ્યું?
First published: June 9, 2020, 12:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading