ડિપ્રેશનને લઈ ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સુપ્રીમે કેન્દ્રને પૂછ્યું, માનસિક રોગથી પીડાતા લોકોને વીમો કેમ નથી મળતો?

News18 Gujarati
Updated: June 16, 2020, 12:59 PM IST
ડિપ્રેશનને લઈ ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સુપ્રીમે કેન્દ્રને પૂછ્યું, માનસિક રોગથી પીડાતા લોકોને વીમો કેમ નથી મળતો?
સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીર

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી માનસિક રીતે બીમાર લોકોનો વીમો ન ઉતારવાને લઈ જવાબ માંગ્યો છે

  • Share this:
એહતેશામ સિદ્દીકી, નવી દિલ્હીઃ બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત બાદ માનસિક બીમારીને લઈને ચર્ચા ઉગ્ર બની ગઈ છે. આ દરમિયાન હવે સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ કેન્દ્ર સરકાર (Government of India) અને વીમા કંપનીઓ (Insurance Company) પર નજર રાખનારી સંસ્થા IRDAને પૂછ્યું છે કે માનસિક રીતે બીમાર દર્દીઓને વીમો કેમ નથી આપવામાં આવતો.

એક જાહેરહિતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે 2017 અને 2018માં કાયદામાં સંશોધન કરી મેન્ટલ ઇલનેસને વીમાની કેટેગરીમાં લાવવામાં આવી હતી, તેમ છતાંય વીમા કંપની તેનું પાલન નથી કરવામાં આવતું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ સંબંધમાં ચાર સપ્તાહમાં જવાબ આપવા માટે કહ્યું છે.

આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કરવા કેમ મજબૂર થયો? પોલીસે આ 6 લોકોની કરી પૂછપરછ

મળતી જાણકારી મુજબ, સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ એ વાત પર ચર્ચા ઉગ્ર બની રહી છે કે તેઓ ડિપ્રેશનનો સામનો કરી રહ્યો હતા. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ ઘણા સમયથી માનસિક બીમાર હતા અને તેમની સારવાર પણ ચાલી રહી હતી.

એવામાં બોલિવૂડમાં હવે નવી ચર્ચા ચાલી રહી છે કે સુશાંતસિંહ રાજપૂતના માનસિક તણાવનું કારણ શું હતું જેને કારણે તેમણે જીવન ટૂંકાવી દીધું. આ બધાની વચ્ચે હવે સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી માનસિક રીતે બીમાર લોકોનો વીમો ન ઉતારવાને લઈ જવાબ માંગ્યો છે.

આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂતના મોતના સમાચાર સાંભળી ઘેરો આઘાત લાગતાં તેમના ભાભીનું નિધન
First published: June 16, 2020, 12:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading