કોર્ટે દોષિતોને કહ્યું- રેપ પીડિતાની તસવીર સેવ છે તેનો પાસવર્ડ આપો

કોર્ટે કહ્યું છે કે, દોષી, પીડિતા સાથે આઈક્લાઉડનો પાસવર્ડ શેર કરે, જેમાં કથિત રીતે તેની અશ્લીલ તસવીર સેવ કરીને રાખવામાં આવી છે.

કોર્ટે કહ્યું છે કે, દોષી, પીડિતા સાથે આઈક્લાઉડનો પાસવર્ડ શેર કરે, જેમાં કથિત રીતે તેની અશ્લીલ તસવીર સેવ કરીને રાખવામાં આવી છે.

 • Share this:
  સુપ્રીમ કોર્ટે હરિયાણામાં એક ખાનગી યુનિવર્સિટીની સ્ટુડન્ટ સાથે ગેંગરેપના કેસમાં દોષિતોને આઈક્લાઉડનો પાસવર્ડ શેર કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું છે કે, દોષી, પીડિતા સાથે આઈક્લાઉડનો પાસવર્ડ શેર કરે, જેમાં કથિત રીતે તેની અશ્લીલ તસવીર સેવ કરીને રાખવામાં આવી છે.

  શું છે આઈક્લાઉડ?

  આઈક્લાઉડ એક મોબાઈલ સ્ટોરેઝ પ્લેટફોર્મ છે. જેનો ઉપયોગ તસવીરો, વીડિયો, દસ્તાવેજ, ગીત સહિતના ડેટાને સ્ટોર કરવા માટે કરવામાં આવે છે. તેને ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે, તેમજ તેનો પાસવર્ડ હેક કરવો ખૂબ જ મુશ્કેલ છે.

  દોષી પાસવર્ડ શરે કરે

  ન્યાયાધીશ એસ.બી.બોબડે અને એલ. નાગેશ્વર રાવની બેંચે કહ્યું છે કે સતત બ્લેકમેઇલિંગને સહન કરી શકાય નહીં. બેંચે દોષિતોને કહ્યું કે જામીન પર રહેવા માટે સજ્જનતા બતાવીને આઈક્લાઉડના પાસવર્ડને શેર કરવામાં આવે.

  બેંચે દોષિતોને વકીલને કહ્યું કે, 'અમે વર્તમાન પરિસ્થિતિને લઈને ચિંતિત છીએ. દોષિઓમાંથી એક પાસે યુવતીની તસવીર છે. સતત બ્લેકમેઇલિંગ સહન કરવું અને તેનો સ્વીકાર કરવો અમારા માટે મુશ્કેલ છે.'

  બે દોષિઓને મળી 20 વર્ષની કેદની સજા

  આ કેસમાં નીચલી કોર્ટે ગેંગરેપ અને ગુનાહિત કાવતરું રચવાના આરોપ સહિત આઈપીસીની વિવિધ કલમોને આધિન બે દોષિતોને 20 વર્ષની સજા ફટકારી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: