Home /News /national-international /

ચૂંટણી પહેલા રેવડી કલ્ચર પર સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, રોકવા માટે ચૂંટણી પંચ અને સરકાર પાસે માંગી સલાહ

ચૂંટણી પહેલા રેવડી કલ્ચર પર સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, રોકવા માટે ચૂંટણી પંચ અને સરકાર પાસે માંગી સલાહ

હવે આ જનહિતની અરજી પર 11 ઓગસ્ટે સુનાવણી થશે (પ્રતિકાત્મક તસવીર)

supreme court - દેશભરમાં ચૂંટણી પહેલા લગભગ દરેક રાજનીતિક પાર્ટીઓ જનતાને પોતાની તરફ લાવવા માટે લોભામણી જાહેરાતો કરે છે. ખાસ કરીને મફત વસ્તુઓ આપવાની પ્રથા પડી ગઇ છે. તેને સામાન્ય ભાષામાં રેવડી કલ્ચર કહેવાય છે

    નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે (supreme court)દેશભરમાં ચૂંટણી (election)પહેલા રેવડી કલ્ચરને ખતમ કરવા માટે સખત વલણ બતાવ્યું છે. કોર્ટે ફરી એકવાર કહ્યું કે આ ગંભીર મુદ્દો છે. ચૂંટણી પંચ (Election Commission)અને સરકાર (Government)તેનાથી મો ફેરવી શકે નહીં અને એ ના કહી શકે કે તે કશું કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકાર અને ચૂંટણી પંચ આના પર રોક લગાવવા માટે વિચાર કરે. જણાવી દઈએ કે દેશભરમાં ચૂંટણી પહેલા લગભગ દરેક રાજનીતિક પાર્ટીઓ જનતાને પોતાની તરફ લાવવા માટે લોભામણી જાહેરાતો કરે છે. ખાસ કરીને મફત વસ્તુઓ આપવાની પ્રથા પડી ગઇ છે. તેને સામાન્ય ભાષામાં રેવડી કલ્ચર કહેવાય છે.

    સુપ્રીમ કોર્ટે ફી બી એટલે રેવડી કલ્ચરથી નિપટવા માટે એક વિશેષજ્ઞ નિકાય બનાવવાની વકાલત કરી છે. કોર્ટે કહ્યું કે તેમાં કેન્દ્ર, વિપક્ષી રાજનીતિક દળ, ચૂંટણી પંચ, નીતિ આયોગ, આરબીઆઈ અને અન્ય હિતધારકોને સામેલ કરવામાં આવે. સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે નિકાયમાં રેવડી કલ્ચરનો વિરોધ કરનારાને પણ સામેલ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે આ સીધો દેશની ઇકોનોમી પર અસર કરે છે. આ મામલાને લઇને એક સપ્તાહની અંદર વિશેષજ્ઞ નિકાય માટે પ્રસ્તાવ માંગવામાં આવ્યો છે. હવે આ જનહિતની અરજી પર 11 ઓગસ્ટે સુનાવણી થશે.

    આ પણ વાંચો - રાહુલ ગાંધી ના પાડે તો અશોક ગેહલોતને પાર્ટી અધ્યક્ષ બનાવી શકે છે કોંગ્રેસ : સૂત્ર

    વોટ આપીને સરકાર બનાવવાવી અવેજીમાં ફ્રી માં જનતાને સામાન આપવાનો વાયદો કરનારી પાર્ટીઓ સામે કાર્યવાહીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં અરજીકર્તાના વકીલ વિકાસ સિંહે જણાવ્યું કે આ કેવી રીતે દેશ, રાજ્ય અને જનતા પર ભારે વધારે છે. સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે તેનાથી વોટરનો પોતાનો મત ડગમગાવે છે. આવી પ્રવૃતિથી આપણે આર્થિક વિનાશ તરફ વધી રહ્યા છીએ.

    અશ્વિન ઉપાધ્યાનની અરજી પર કેન્દ્ર સરકારના વકીલ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે સૈદ્ધાંતિક રીતે અમે આ અરજીનું સમર્થન કરીએ છીએ. ફ્રી આપવું અર્થવ્યવસ્થા માટે ખતરો છે. જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં મુખ્ય ન્યાયધીશ એનવી રમણ અને ન્યાયમૂર્તિ એએસ બોપન્ના અને ન્યાયમૂર્તિ હેમા કોહલીની બેન્ચે કેન્દ્ર અને ચૂંટણી પંચ બન્ને પાસે આ મામલાને લઇને જવાબ માંગ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Election 2022, Supreme Court

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन