સુપ્રીમ કોર્ટે શરતો સાથે જગન્નાથ પુરી રથયાત્રાને આપી મંજૂરી, રાજ્ય સરકારને રોક લગાવવાનો અધિકાર

સુપ્રીમ કોર્ટે શરતો સાથે જગન્નાથ પુરી રથયાત્રાને આપી મંજૂરી, રાજ્ય સરકારને રોક લગાવવાનો અધિકાર
ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, પુરીની રથયાત્રા સ્વાસ્થ્ય સાથે બાંધછોડ કર્યા વગર મંદિર સમિતિ, રાજ્ય અને કેન્દ્ર સરકારના સમન્વય સાથે આયોજિત કરવામાં આવશે.

 • Share this:
  નવી દિલ્હી :  પુરીમાં જગન્નાથ રથયાત્રા (Puri Jagannath Rathyatra) કાઢવા પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) છૂટ આપી છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ છૂટછાટ અમુક શરતોને આધિન આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, પુરીની રથયાત્રા સ્વાસ્થ્ય સાથે બાંધછોડ કર્યા વગર મંદિર સમિતિ, રાજ્ય અને કેન્દ્ર સરકારના સમન્વય સાથે આયોજિત કરવામાં આવશે. જોકે, સાથે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને અધિકાર આપ્યો છે કે તેઓ ઇચ્છે તો રથયાત્રા (Rath Yatra) પર રોક લગાવી શકે છે.

  કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને પહેલા સુપ્રીમ કોર્ટે રથયાત્રા કાઢવા પર રોક લગાવી દીધી હતી. જેના વિરુદ્ધમાં અરજી કરવામાં આવી હતી. સોમવારે આ અરજી પર સુનાવણી થઈ હતી. આ અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આ રથયાત્રાને જાહેરજનતાની ભાગાદારી વગર કાઢી શકાય છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પુરીની રથયાત્રાને મંજૂરી આપી દીધી છે. આ સાથે કોર્ટે અમુક શરતો પણ મૂકી છે.  સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યુ કે, અમે આ નિર્ણય રાજ્ય સરકાર પર છોડીએ છીએ કે તે લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાના ખતરાને ધ્યાનમાં રાખીને ધાર્મિક આયોજનને રોકવા માટે સ્વતંત્ર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકોના સ્વાસ્થ્ય સાથે બાંધછોડ કર્યા વગર મંદિર કમિટિ, રાજ્ય અને કેન્દ્ર સરકાર સમન્વય કરીને રથયાત્રાનું આયોજન કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કોવિડ 19 વૈશ્વિક મહામારીને કારણે ભગવાન જગન્નાથની રથયાત્રા પર રોક લગાવવા અંગે 18 જૂનના રોજ તેના આદેશ વિરુદ્ધ કરવામાં આવેલી અરજી પર આજે સુનાવણી કરી હતી. સીજેઆઈ એસએ બોબડેએ પુરી રથયાત્રાના આયોજન અંગે દાખલ અરજીની સુનાવણી માટે ત્રણ જજોની ખંડપીઢ બનાવી હતી.

  સોલિસિટર જનરલની સુપ્રીમમાં દલીલ

  પુરીમાં ભગવાન જગન્નાથ રથયાત્રા મામલે કેન્દ્ર સરકારે જસ્ટિસ અરૂણ મિશ્રાની બેન્ચની સમક્ષ કેસને મેન્શન કર્યો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે માત્ર એવા લોકો જેમનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય અને ભગવાન જગન્નાથ મંદિરમાં સેવાયત તરીકે કામ કરી રહ્યા છે તેઓ અનુષ્ઠાનનો હિસ્સો બની શકે છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 18 જૂને કહ્યું હતું કે જન સ્વાસ્થ્ય અને નાગરિકોના હિતની રક્ષાને ધ્યાને લઈ આ વર્ષે 23 જૂને ઓડિશાના પુરીમાં નિર્ધારિત રથ યાત્રાને મંજૂરી ન આપી શકાય અને જો અમે તેની મંજૂરી આપીએ તો જગન્નાથ અમને ક્યારેય માફ નહીં કરે.

  આ પણ વાંચો :
  Published by:Vinod Zankhaliya
  First published:June 22, 2020, 16:38 pm

  टॉप स्टोरीज