સ્ટુડન્ટ્સ હોવાથી ઉપદ્રવનો અધિકારી નથી મળી જતો : જામિયા હિંસા પર સુપ્રીમ કોર્ટ

News18 Gujarati
Updated: December 16, 2019, 11:55 AM IST
સ્ટુડન્ટ્સ હોવાથી ઉપદ્રવનો અધિકારી નથી મળી જતો : જામિયા હિંસા પર સુપ્રીમ કોર્ટ
જામિયા-AMU મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, ચીફ જસ્ટિસે કહ્યુ- દિલ્હીમાં હિંસા અટકે, કાલે કરશે સુનાવણી

જામિયા-AMU મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, ચીફ જસ્ટિસે કહ્યુ- દિલ્હીમાં હિંસા અટકે, કાલે કરશે સુનાવણી

  • Share this:
નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી (Jamia Millia Islamia University) અને ઉત્તર પ્રદેશ સ્થિત અલીગઢમાં અલીગઢ યુનિવર્સિટી (Aligarh Muslim University)માં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને સાર્વજનિક સંપત્તિને થયેલા નુકસાન મામલે સુપ્રીમ કોર્ટએ ટિપ્પણી કરી છે. સોમવારે કોર્ટ ખુલ્યા બાદ વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે જામિયા અને અલીગઢનો સમગ્ર ઘટનાક્રમ ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા એસ.એ. બોબડે (CJI S.A. Bobde)ની સમક્ષા રજૂ કર્યો. તેઓએ કહ્યું કે, અમે આપને અપીલ કરીએ છીએ કે આ મામલામાં પોલીસની બર્બરતા પર સુપ્રીમ કોર્ટ સુઓ મોટો કરે.

જયસિંહની અરજી પર સીજેઆઈ બોબડેએ કહ્યુ કે, દિલ્હીમાં હિંસા રોકાવી જોઈએ, તેઓ ભલે જે કરી રહ્યા હોય. સીજેઆઈએ કહ્યુ કે અમે એવું નથી કહી રહ્યા કે તેના માટે જવાબદાર કોણ છે. અમે એવું નથી કહી રહ્યા કે પોલીસ કે વિદ્યાર્થીઓ નિર્દોષ છે પરંતુ હિંસા રોકાવી જોઈએ. સીજેઆઈએ કહ્યુ કે અમે આ મામલાની સુનાવણી કરીશું પરંતુ અમને નથી લાગતું કે અમે વધુ કરી શકીશું. પોલીસને કાયદો અને વ્યવસ્થા જોવાના છે.

CJI બોબડેએ કહ્યુ કે, તમે સ્ટડન્ટ છો, તેથી આપને હિંસા કરવાનો અધિકાર નથી મળી જતો. અમે આ મામલામાં કાલે સુનાવણી કરીશું પરંતુ અમે ચેતવણી આપી રહ્યા છીએ કે જો પ્રદર્શન, હિંસા અને સરકારી સંપત્તિઓને નુકસાન થયું તો અમે સુનાવણી નહીં કરીએ. અરજીકર્તાએ નિવૃત્ત જજોની તપાસ કમિટીની રચનાની માંગ કરી. જેથી પોલીસ કોઈ કાર્યવાહી ન કરે. તેની પર સુપ્રીમ કોર્ટ કાલે સુનાવણી કરશે.
ચીફ જસ્ટિસે કહ્યુ કે, આ મામલાની હિંસાને રોક્યા બાદ 17 ડિસેમ્બરે સુનાવણી થશે. તેઓએ દિલ્હી પોલીસને નિર્દેશ આપ્યા કે તેઓ કાયદા-વ્યવસ્થા સંભાળે. તેની સાથે જ સીજેઆઈએ સ્પષ્ટપણે કહ્યુ કે, જો કોઈ પણ પ્રકારની હિંસા થઈ તો અમે પછી આપના માટે કંઈ નહીં કરીએ.

બીજી તરફ, પોતાની અરજીમાં જયસિંહે કહ્યું કે, તેમને અનેક ફોન કૉલ્સ આવી રહ્યા છે જેમાં સ્ટુડન્ટ્સનું કહેવું છે કે પોલીસ એમયૂમાં બર્બરતા કરી રહી છે અને કોઈ મદદ નથી મળી રહી. તેઓએ કહ્યું કે હજારો સ્ટુડન્ટ્સ પર એફઆઈઆર નોંધવામાં આવી અને અનેક હૉસ્પિટલમાં છે. તેઓએ કહ્યું કે કોઈએ તો જવાબદારી લેવી પડશે. જયસિંહે દાવો કર્યો કે દેશભરમાં માનવાધિકાર ઉલ્લંઘનના અનેક મામલા સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો, પાકિસ્તાનમાં હિન્દુ અને ખ્રિસ્તી અસુરક્ષિત- UNના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
First published: December 16, 2019, 11:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading