Home /News /national-international /

જમ્મુ કાશ્મીર: અનુચ્છેદ 370 હટાવવા વિરુદ્ધ આવેલી અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ રાજી, દશેરા બાદ થશે સુનાવણી

જમ્મુ કાશ્મીર: અનુચ્છેદ 370 હટાવવા વિરુદ્ધ આવેલી અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ રાજી, દશેરા બાદ થશે સુનાવણી

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને લઈને સુપ્રીમ કોર્ટમાંથી આવ્યા મોટા સમાચાર

Supreme court:5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્રની મોદી સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી હતી, આ નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપતી અનેક અરજીઓ આવી હતી.

    નવી દિલ્હી:  જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવા વિરુદ્ધ અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા તૈયાર છે. આ મામલામાં દશેરા બાદ સુનાવણી થશે. આ કેસ સાથે જોડાયેલ એક વકીલે સીજેઆઈ યૂયૂ લલિતની બેન્ચ સામે આ મામલાની સુનાવણીની માગ કરી છે. તેમણે કહ્યું કે, આ એક મહત્વપૂર્ણ મામલો છે. CJIએ કહ્યું કે, તે જરુર આ મામલાને સૂચિબદ્ધ કરશે. તેના પર દશેરાની રજાઓ બાદ સુનાવણી કરશે. હકીકતમાં જોઈએ તો, 2019માં હટાવવામાં આવેલી કલમ 370ને લઈને કેટલીય અરજીઓ સુપ્રીમ કોર્ટમાં આવેલી છે. આ મામલાને પાંચ જજોની સંવિધાન પીઠને મોકલવામાં આવ્યો હતો. પણ ફેબ્રુઆરી 2020 બાદ આ કેસમાં સુનાવણી થઈ શકી નથી.

    2020 બાદ  આ કેસમાં કોઈ સુનાવણી થઈ નથી


    ઓગસ્ટ 2019માં કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં લગભગ 4 મહિના બાદ ડિસેમ્બર 2019માં 5 ન્યાયાધીશોની પીઠ સમક્ષ અનુચ્છેદ 370 કેસની સુનાવણી શરુ થઈ હતી. મામલામાં એક પ્રારંભિક મુદ્દો ઉઠાવ્યો કે શું 7 ન્યાયાધીશોની પીઠને આ કેસ સોંપવો જોઈએ કે પાંચ જજોની બે પીઠની રાયમાં મતભેદ હતો. 2 માર્ચ 2020ના એક ચુકાદામાં સંવિધાન પીઠે માન્યું કે, કલમ 370 અંતર્ગત જાહેર રાષ્ટ્રપતિના આદેશને પડકાર આપતા મામલાને એક મોટી પીઠને સંદર્ભિત કરવાની કોઈ જરુર નથી. અરજીઓ પર 2 માર્ચ 2020 બાદ કોઈ સુનાવણી થઈ શકી નથી. બાદમાં કોરોનાને લઈને કોર્ટમાં વર્ચુઅલ સુનાવણી શરુ થઈ.

    આ પણ વાંચો: ગુલામ નબી આઝાદે કહ્યું- આર્ટિકલ 370 ના હું પાછો લાવી શકું છું, ના કોંગ્રેસ, ના પવાર, ના મમતા બેનરજી

    5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે લીધો હતો મોટો નિર્ણય


    હવે કોર્ટ કોલ્ડ સ્ટોરેજમાંથી બહાર નિકળવા પર રાજી થઈ ગયું છે. 5 જજોની સંવિધાન પીઠ સમક્ષ અરજીઓ અટવાયેલી છે. અરજીમાં અનુચ્છેદ 370 અને અનુચ્છેદ 35 (એ)ને હટાવાના નિર્ણયને પડકાર આપવામાં આવ્યો હતો. જેને 5 ઓગસ્ટ 2019ના રોજ રાષ્ટ્રપતિના આદેશના માધ્યમથી જમ્મુ અને કાશ્મીરમાં વિશેષ દરજ્જો હટાવ્યો હતો. તેમાંથી અમુક રાજ્યએ બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજને પણ પડકાર આપ્યો છે. વિભાજન 31 ઓક્ટોબરથી પ્રભાવી થયો છે.

    આ લોકોએ કરી છે અરજી


    અનુચ્છેદ 370ની અરજીઓમાં મુખ્ય અરજીકર્તા નેશનલ કોન્ફ્રેંસના સાંસદ અકબર લોન હસનૈન મસૂદી, જમ્મુ કાશ્મીર પીપુલ્સ કોન્ફ્રેંસના પ્રમુખ સજ્જાદ લોન, પૂર્વ સૈન્ય અધિકારી અને બ્યૂરોક્રેટ્સ, શેહલા રશીદ, વકીલ એમએલ શર્મા, શાકિર શબ્બીર એન્ડ શોઅબ કુરૈશી છે. કેન્દ્રએ 5 ઓગસ્ટના રોજ કલમ 370ને હટાવનારી રાષ્ટ્રપતિની ઘોષણાને એવું કહીને યોગ્ય ઠેરવી હતી કે, આ જોગવાઈ ભારત સાથે જમ્મુ અને કાશ્મીર માટે યોગ્ય એકીકરણની મંજુરી નથી આપતું.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Article 370, Jammu and kashamir, Suprem court

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन