નવી દિલ્હી. દેશભરમાં હાલના દિવસોમાં કોરોના વાયરસ (Coronavirus 2nd Wave)ના સંક્રમણના કારણે હાહાકાર મચી ગયો છે. દરરોજ લગભગ 4 લાખ નવા કેસ સામે આવી રહ્યા છે. જેથી દેશની હાલની સ્થિતિનો સામનો કરવા માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ કેન્દ્ર સરકારને અનેક મહત્ત્વના સૂચનો કર્યા છે. સુપ્રીમ કોર્ટે વાયરસના સંક્રમણ પર લગામ કસવા માટે લૉકડાઉનની સલાહ આપી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે વેક્સીન (Corona Vaccine)ની ખરીદવાની પોલિસીને ફરીથી રિવાઇઝ કરવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે જો આવું નહીં કરવામાં આવે તો સાર્વજનિક સ્વાસ્થ્યના અધિકારમાં અડચણ ઉત્પન્ન થશે જે બંધારણના આર્ટિકલ 21 (Article 21)નું એક અભિન્ન અંગ છે.
અંગ્રેજી અખબાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ મુજબ, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, એલ. નાગેશ્વર રાવ અને એસ. રવીન્દ્ર ભટની બેન્ચે એવું પણ કહ્યું કે લૉકડાઉન લાગુ કરતાં પહેલા સરકાર એ પણ સુનિશ્ચિત કરે કે તેનો સામાજિક અને આર્થિક પ્રભાવ ઓછો પડે. કોર્ટના જણાવ્યા મુજબ જે લોકો પર લૉકડાઉનની અસર પડી શકે છે તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે.
દેશભરમાં હાલના સમયમાં હૉસ્પિટલોને લઈને મારામારી જેવી સ્થિતિ છે. લોકો હૉસ્પિટલમાં બેડ ન મળવાની ફરિયાદ કરી રહ્યા છે. એવામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને હૉસ્પિટલમા; દાખલ કરવા માટે રાષ્ટ્રીય નીતિ બનાવવાની સલાહ આપી છે. કોર્ટે આ નીતિ બે સપ્તાહની અંદર બનાવવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટ મુજબ કોઈને પણ સ્થાનિક આવાસીય પ્રમાણ કે ઓળખ પ્રમાણ ન હોવાના કારણે હૉસ્પિટલમાં દાખલ કે આવશ્યક દવાઓથી વંચિત ન રાખી શકાય.
વેક્સીનની ખરીદી પર કોર્ટની સલાહ
ગત મહિને 20 એપ્રિલે કેન્દ્ર સરકારે વેક્સીનની ખરીદીને લઈને નવી રિવાઇઝ પોલિસીની જાહેરાત કરી હતી. કેન્દ્રએ કહ્યું હતું કે હવે તેઓ માત્ર 50 ટકા જ વેક્સીનની ખરીદી કરશે, જ્યારે બાકી બચેલી 50 ટકા વેક્સીન હવે સીધી રાજ્ય અને પ્રાઇવેટ કંપની મોંઘા દરે ખરીદી શકશે. પરંતુ સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે ભલામણ કરી છે કે વેક્સીનની ખરીદીને કેન્દ્રીકૃત કરવી જોઈએ, અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વિતરણને વિકેન્દ્રીકૃત કરવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો, બંનેને આગામી 6 મહિના માટે વેક્સીન સ્ટોકની હાલની અને અનુમાનિત ઉપલબ્ધતા વિશે જાણકારી આપવા માટે કહ્યું છે. રસીની કિંમત નિર્ધારણમાં હસ્તક્ષેપ ન કરવા માટે કેન્ર્ ની દલીલોનો ઉલ્લેખ કરતાં કોર્ટે સ્પષ્ટીકરજ્ઞ માંગ્યું કે શું કોઈ બીજા વિકલ્પ પર વિચાર કરવામાં આવ્યો હતો જેથી રસીકરણ અભિયાનને ઝડપી બનાવી શકાય.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર