Home /News /national-international /Supreme Court on Pegasus: 29માંથી 5 ફોનમાં માલવેર મળ્યો, પરંતુ પેગાસસનો કોઈ પુરાવો મળ્યો નથી: સુપ્રીમ કોર્ટ

Supreme Court on Pegasus: 29માંથી 5 ફોનમાં માલવેર મળ્યો, પરંતુ પેગાસસનો કોઈ પુરાવો મળ્યો નથી: સુપ્રીમ કોર્ટ

ગયા વર્ષે ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે એક્સપર્ટની એક પેનલને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો (પ્રતિકાત્મક તસવીર)

Pegasus Spyware - ગયા વર્ષે ભારતમાં જાસૂસી માટે કથિત રીતે વપરાયેલા એક ઇઝરાયેલી જાસૂસી સોફ્ટવેર પેગાસસને લઈને વિવાદ વકર્યો હતો.

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે (Supreme Court)ગુરુવારે કહ્યું હતું કે, પેગાસસ જાસૂસી (pegasus spyware)મામલે તપાસ કરનારી એક્સપર્ટ કમિટીએ જણાવ્યુ હતું કે, 29 ફોનમાંથી 5 ફોનમાં મેલવેર મળ્યો છે. પરંતુ તેના પુરાવા મળ્યા નથી કે તે પેગાસસને (pegasus)કારણે જ થયું છે. ચીફ જસ્ટિસ એન.વી. રમણાએ જણાવ્યુ હતુ કે, ‘સમિતિએ નોંધ્યું છે કે પેગાસાસ સ્પાઇવેર મામલે ‘ભારત સરકારે સહયોગ નથી કર્યો’.’ સરકારે વિપક્ષી નેતા, સોશિયલ એક્ટિવિસ્ટ, બિઝનેસમેન, ન્યાયાધીશો અને પત્રકારોની જાસૂસી માટે સૈન્ય ગ્રેડના અંગત ઇઝરાયેલી પેગાસસ જાસૂસી સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે કે નહીં તે અંગે ગયા વર્ષે ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે એક્સપર્ટની એક પેનલને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

ગયા વર્ષે ભારતમાં જાસૂસી માટે કથિત રીતે વપરાયેલા એક ઇઝરાયેલી જાસૂસી સોફ્ટવેર પેગાસસને લઈને વિવાદ વકર્યો હતો. આ બાદ સુપ્રીમ કોર્ટે વિશેષજ્ઞોની એક પેનલને આ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો કે સરકારે કેટલાક લોકોની જાસૂસી કરવા માટે પેગાસસ સ્પાઇવેરનો ઉપયોગ કર્યો છે. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવતા કહ્યુ હતુ કે, ‘સત્તામાં રહેલા લોકો દર વખતે દેશની સુરક્ષા પર ખતરો છે તેવું કહી કંઈ પણ કરવાનો અધિકાર મેળવી શકે નહીં. આવા મામલામાં ન્યાયતંત્ર માત્ર મૂકદર્શક બનીને બેસી નહીં શકે.’

આ પણ વાંચો - બિલકિસ બાનો કેસમાં દોષીઓને છોડી મુકવા મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સહિત ગુજરાત સરકારને નોટિસ ફટકારી

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી એક ટેક્નિકલ સમિતિએ જાન્યુઆરીમાં એક સાર્વજનિક નોટિસ જાહેર કરી નાગરિકોને આગળ આવવા અને પેનલ સાથે સંપર્ક કરવા માટે જણાવ્યું હતું. પેનલે કહ્યું હતુ કે, જેમને શંકા છે કે તેમનો મોબાઇલમાં પેગાસસ મેલવેયર છે તો તેઓ તપાસ માટે આગળ આવી શકે છે.

આ ઉપરાંત સાર્વજનિક નોટિસમાં એવું પણ કારણ જણાવવા માટે નાગરિકોને કહેવામાં આવ્યું હતું કે જેમના ફોનમાં પેગાસસથી જાસૂસી થઈ શકે છે. સમિતિએ નાગરિકોને પૂછ્યું હતુ કે, શું તેઓ ટેક્નિકલ સમિતિને તેમના ફોનની તપાસ કરવા માટે સંમતિ આપી શકે તેવી સ્થિતિમાં છે કે નહીં.
First published:

Tags: Pegasus, Pegasus Spyware, Supreme Court, Supreme Court of India