સુપ્રીમ કોર્ટે ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝશનના પૂર્વ વૈજ્ઞાનિક એસ. નંબી નારાયણને મળવર તરીકે રૂ. 50 લાખ આપવાનો આદેશ કર્યો છે. 24 વર્ષ પહેલા નંબી નારાયણ ઉપર જાસૂસીનો આરોપ લાગ્યો છે. ચીફ જસ્ટીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાની પીઠે પ્રતિષ્ઠાને નુકસાન અને માનસિક પીડા માટે નારાયણને 50 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે. કેરળ પોલીસ અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ડના રિટાયર્ડ જજ ડીકે જૈનની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવાનો આદેશ આપ્યો છે.
નારાયણ 1994થી કાયદાની લડાઇ લી રહ્યા હતા. વૈજ્ઞાનિક નારાયણનો આરોપ હતો કે તેમને જાસૂસીના ખોટા કેસમાં ફંસાવ્યા હતા. ઇસરો જાસૂસી કાંડ વર્ષ 1994નો મામલો છે. વૈજ્ઞાનિક નંબી નારાયણ અને ડી શશિકુમારનને જાસૂસીના આરોપમાં 1994માં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે, નારાયણ અને શશિકુમારને કેટલાક ગુપ્ત દસ્તાવેજ પાકિસ્તાનને આપ્યા હતા. આ દસ્તાવેજોમાં ક્રોયોજેનિક એન્જીનનો ઉલ્લેખ હતો.
આરોપ લાગ્યાના 20 દિવસની અંદર આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ સીબીઆઈએ કહ્યું કે આ આરોપ ખોટા છે. સીબીઆઇએ એ પણ કહ્યું હતું કે, કેરળ પોલીસ અને ગુપ્તચર બ્યુરોએ આ કેસમાં ખોટી રીતે કામ કર્યું છે. પરંતુ 1996માં રાજ્યની તત્કાલીન સરકારે ફરીથી તપાસના આદેશ કર્યા હતા. ત્યારબાદ 1998માં સુપ્રીમ કોર્ટે આ મામલાને રદ્દ કરી દીધો હતો.
ત્યારબાદ નારાયણ રાષ્ટ્રીય માનવઅધિકાર આધોયગ (NHRC) પહોંચ્યા હતા. તેમણે 1 કરોડ રૂપિયાનું વળતરે 2012માં 10 લાખ રૂપિયાનું વળતર આપવાનો છેલ્લો આદેશ કર્યો હતો. ત્યારબાદ નારાયણે આ નિર્ણયે આ નિર્ણયથી અસંતોષ વ્યક્ત કર્યો હતો. 2015માં નારાયણ કેરળ પોલીસ અધિકારીઓ સામે ગુનાહિત અને અનુશાસનાત્મક કાર્યવાહી કરવાની માંગણી લઇને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર