Home /News /national-international /IMFના કાર્યકારી નિદેશક સુરજીત ભલ્લાએ કહ્યું- APMC માટે લડી રહ્યા છે અમીર ખેડૂતો, મંડી વ્યવસ્થા પ્રાસંગિક નથી

IMFના કાર્યકારી નિદેશક સુરજીત ભલ્લાએ કહ્યું- APMC માટે લડી રહ્યા છે અમીર ખેડૂતો, મંડી વ્યવસ્થા પ્રાસંગિક નથી

ખેડૂત આંદોલનની પ્રતિકાત્મક તસવીર

CNN News18 સાથેની વાતચીતમાં સુરજીત ભલ્લાએ કહ્યું કે પંજાબ અને હરિયાણાના મુકાબલે બીજા રાજ્યોમાં ઉત્પાદન ક્ષમતા વધુ છે

નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના કાર્યકારી નિદેશક સુરજીત ભલ્લા (Surjit Bhalla)એ શનિવારે CNN News18 સાથે એક્સક્લૂસિવ વાતચીતમાં કહ્યું કે, કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શનથી સ્પષ્ટ છે કે રાજકીય વિપક્ષ ખુલીને સામે આવી ગયું છે. પંજાબ અને હરિયાણાના અમીર ખેડૂતોને લાગે છે કે તેમના અમીરીના દિવસો ખતમ થઈ ગયા છે. ભલ્લાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મંડી વ્યવસ્થા હવે પ્રાસંગિક નથી અને તેનાથી નુકસાન કોનું છે? શું આપને ટાઇપરાઇટરોથી ફરિયાદ છે.

સુરજીત ભલ્લાએ કહ્યું કે ઘણા બધા અર્થશાસ્રીરાઓએ સુધારાઓનું સમર્થન કર્યું છે. શક્ય છે કે ખેડૂતોના પ્રદર્શનનું રાજકારણ સાથે કોઈ કનેક્શન હોય. તેઓએ કહ્યું કે APMC (Agricultural produce market committee) વ્યવસ્થા 150 વર્ષથી અસ્તિત્વમાં આવી. APMCને માનચેસ્ટરના કારખાનાઓમાં કપાસના સપ્લાય માટે સ્થાપતિ કરવામાં આવી હતી જેથી ખેડૂતોને મજબૂર કરી શકાય કે તેઓ રેગ્યૂલેટર માર્કેટના માધ્યમથી ઉપનિવેશી શાસકોને પોતાનું ઉત્પાદન વેચે.

તેઓએ કહ્યું કે અમીર ખેડૂતોનું સમર્થન કરવું ઔપનિવેશિક નિયમ-કાયદાને કાયમ રાખવાનું છે. તેમ છતાંય તેનાથી પણ તમામ પાર્ટીઓએ APMCને ચાલુ રાખી, 1991માં ઇન્ડસ્ટ્રીને મુક્ત કરવામાં આવી, પરંતુ ખેતી આઝાદ ન થઈ. નવા સુધારાઓથી ખેડૂતોને પોતાની ઉપજ માર્કેટથી બહાર વેચવાની આઝાદી મળશે.

આ પણ વાંચો, 70 લાખથી વધુ ડેબિટ-ક્રેડિટ કાર્ડનો ડેટા ઓનલાઇન લીક, PANથી લઈને આવક સુધીની છે જાણકારી

આંકડાઓનો હવાલો આપતા ભલ્લાએ કહ્યું કે સરકારી ખરીદી APMC માર્કેટના માધ્યમથી થાય છે. તેમ છતાંય માત્ર 6 ટકા ખેડૂતો જ APMCના માધ્યમથી પોતાનો પાક વેચી શકે છે. તેમાંથી મોટાભાગના પંજાબ અને હરિયાણાના ખેડૂત છે. આ 6 ટકા ખેડૂતોથી 60 ટકા ઘઉંની ખરીદી થાય છે.

તેઓએ કહ્યું કે, જો તમામ ખેડૂત પ્રદર્શન કરી રહ્યા છે તો અમીર ખેડૂત માત્ર APMC વ્યવસ્થાને બચાવવા માટે પ્રદર્શન કરી રહ્યા છે. સૌને કૃષિ કાયદાની જોગવાઈઓ ખબર છે પરંતુ અમીર ખેડૂત પોતાની ધનાઢ્યતા ગુમાવવા નથી માંગતા, ખાસ કરીને જ્યારે આ અયોગ્ય છે.
" isDesktop="true" id="1054522" >

આ પણ જુઓ, Viral: CCTV ફુટેજમાં જોવા મળ્યો ‘ભૂતનો પડછાયો’, વાહનોની આરપાર પસાર થયો

ભલ્લાએ કહ્યું કે પંજાબ અને હરિયાણા હરિત ક્રાંતિના જનક રહ્યા છે. બંને રાજ્ય અમીર રાજ્ય છે, પરંતુ ઉત્પાદક્તાનું સ્તર નીચે છે. બીજા રાજ્યોમાં ઉત્પાદન પંજાબ અને હરિયાણાની તુલનામાં બમણું છે.
First published:

Tags: Farmers Protest, New farm laws, આઇએમએફ, મોદી સરકાર