અંધશ્રદ્ધાની હદ! ગર્ભમાં રહેલા બાળકને બચાવવા 8 વર્ષની બાળકીની બલી, તાવીજ માટે આંખો કાઢી

અંધશ્રદ્ધામાં બાળકીની બલી

ગર્ભાશયનું રક્ષણ કરવા માટે, બાબાએ માનવ બલિ આપવાનું કહ્યું, જેમાં કોઈ માનવીની આંખનું લોહી લાવવાનું કહેવામાં આવ્યું

 • Share this:
  મુંગેર : બિહાર (Bihar)ના મુંગરમાં 8 વર્ષની બાળકી સાથે બળાત્કાર (Rape) બાદ હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. મુંગેર એસપીએ આ મામલામાં મોટો ખુલાસો કરતા કહ્યું કે, બાળકી પર બળાત્કાર થયો નથી, પણ અંધશ્રદ્ધા (Superstition )ને કારણે મેલીવિદ્યાને કારણે છોકરીનો ભોગ લેવાયો હતો. આ કેસમાં પોલીસે ઓઝા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, મુંગરમાં 5 ઓગસ્ટના રોજ પોલીસે સફિયાસરાય ઓપી વિસ્તારના પુરવારી ટોલા ફરદા સ્થિત એક ઈંટના ભઠ્ઠા નજીકથી 8 વર્ષની બાળકીનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.

  પ્રાપ્ત માહિતી અનુસાર, 4 ઓગસ્ટે સવારે 1 વાગ્યાથી બાળકી ગુમ હતી. બાળકીનો મૃતદેહ મળી આવ્યા બાદ પરિવારે બળાત્કાર બાદ હત્યાની શક્યતા વ્યક્ત કરી હતી. મુંગેરના પોલીસ અધિક્ષક જગ્ગુનાથ રેડ્ડી જલારેડીએ સોમવારે તેમની ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને આ ઘટનાનો ખુલાસો કર્યો હતો. તેમણે પત્રકારોને જણાવ્યું કે, અંધશ્રદ્ધા અને મેલીવિદ્યાના કારણે છોકરીની હત્યા કરવામાં આવી હતી. હેવાનોએ તેનું બલિદાન આપ્યા પછી તેમની આંખો કાઢી હતી. એસપીએ જણાવ્યું કે, પરહામમાં રહેતા દિલીપ કુમારની પત્નીને સંતાન નથી, તેથી તે ખગરિયા જિલ્લાના કોરમાહી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મથુરા ગામના રહેવાસી પરવેઝ આલમ નામના એક તાંત્રિકને મળ્યા હતા.

  ઓઝાએ ખાતરી આપી કે, દિલીપની પત્ની સાજી થઈ જશે. તે પછી તેણે મેલીવિદ્યા શરૂ કરી. ઓઝા બાબાએ સૌથી પહેલા રેહુ માછલીની બલી આપી આપી હતી. તે પછી તેણે મરઘીનું બલિદાન આપ્યું, ત્યારબાદ દિલીપની પત્ની ગર્ભવતી થઈ અને ત્યારબાદ ગર્ભાશયનું રક્ષણ કરવા માટે, બાબાએ માનવ બલિ આપવાનું કહ્યું, જેમાં કોઈ માનવીની આંખનું લોહી લાવવાનું કહેવામાં આવ્યું. આ પછી, દિલીપ, તેના અન્ય બે મિત્રો દશરથ, અને તનવીર આલમ સાથે મળીને છોકરીનું અપહરણ કર્યું અને પછી મોડી રાત્રે બલિ આપ્યા બાદ તેની આંખો કાઢી નાખી. બાળકની હત્યા કર્યા પછી, તેની આંખોમાંથી નીકળેલા લોહી લથપથ કપડામાંથી તાવીજ બનાવ્યું અને પત્નીને પહેરાવ્યું.

  આ પણ વાંચોકરૂણ ઘટના: અભાગી 7 વર્ષની પ્રિયંકા, પહેલા માએ છોડી, હવે દીપડાનો કોળીયો બની ગઈ

  પોલીસે તાવીજ અને લોહીથી લથપથ કાપડ પણ જપ્ત કર્યું હતું. બાળકીનો મૃતદેહ ઈંટના ભઠ્ઠાના પરિસરમાં ફેંકાયો હતો. આ ઘટના પર વૈજ્ઞાનિક સંશોધન બાદ યુવતીની ઘાતકી હત્યાના રહસ્ય પરથી પડદો હટાવવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં ઓઝા બાબા સહિત ચારેય લોકોની ધરપકડ કરી છે. બે દિવસ પહેલા એસપીએ મેડિકલ રિપોર્ટને ટાંકીને કહ્યું હતું કે બાળકી પર બળાત્કાર થયો નથી.
  Published by:kiran mehta
  First published: