Home /News /national-international /

તામિલનાડુના રાજકારણમાં રજની-હાસનનું 'સુપરસ્ટાર ગઠબંધન'!

તામિલનાડુના રાજકારણમાં રજની-હાસનનું 'સુપરસ્ટાર ગઠબંધન'!

રજનીકાંત અને કમલ હાસન (ફાઈલ ફોટો)

રજનીકાંતે વર્ષે 2017ના છેલ્લા 3મી ડિસેમ્બરના રોજ રાજકારણમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી હતી.

  દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંત પછી કમલ હાસન પર રાજકારણની નવી ઈનિંગ શરૂ કરી રહ્યા છે. કમલ હાસને રજનીકાંત સાથે ગઠબંધનના સંકેત આપ્યા છે. 21 ફેબ્રુઆરીના રોજ કમલ હાસન પોતાની પાર્ટીના નામની જાહેરાત કરશે. દક્ષિણ ભારતના બે સુપરસ્ટારના રાજકારણમાં પ્રવેશ અને ગઠબંધનના સંકેતને કારણે તામિલનાડુના રાજકારણ ખળભળાટ મચી ગયો છે.

  કમલ હાસને થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, તેઓ રાજકારણમાં આવવા માટે તૈયાર છે. 21 ફેબ્રુઆરીના રોજ તેની ઔપચારિક જાહેરાત કરશે. રજનીકાંતે કમલ હાસનના રાજકારણમાં આવવાના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. રજનીકાંતે કહ્યું કે, 'હું તેમના રાજકારણમાં આવવાના નિર્ણયથી ખુશ છું અને તેમને શુભેચ્છા પાઠવું છું.'

  દક્ષિણ ભારતમાં 'થલાઈવા' એટકે કે બોસના નામથી પ્રસિદ્ધ રજનીકાંતે વર્ષે 2017ના છેલ્લા 3મી ડિસેમ્બરના રોજ રાજકારણમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી હતી. ચેન્નાઈના રાઘવેન્દ્ર મંડપમમાં પોતાના સમર્થકોને સંબોધિત કરતા રજનીકાંતે કહ્યું કે, રાજકારણમાં આવવા માટે તેમને કોઈ ડર નથી, તેઓ હકીકતમાં રાજકારણમાં આવી રહ્યા છે.

  તામિલ સુપરસ્ટારે પોતાની નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. રજનીકાંતના જણાવ્યા પ્રમાણે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી તમામ 234 બેઠક પર ચૂંટણી લડશે. ત્યારે કમલ હાસને પણ કહ્યું હતું કે તેઓ રજનીકાંત સાથે મળીને કામ કરવા માંગે છે.

  રજનીકાંત પણ કમલ હાસન સાથે ગઠબંધનના સંકેત આપી ચુક્યા છે. થોડા દિવસો પહેલા કમલ હાસન સાથે એક જાહેર કાર્યક્રમમાં રજનીકાંતે કહ્યું હતું કે, 'જ્યારે મેં કમલ હાસનને પૂછ્યું કે રાજકારણમાં સફળ થવા માટે શું કરો છો, ત્યારે તેમણે મને જવાબ આપ્યો હતો કે તમે મારી સાથે આવી જાવ, પછી હું જણાવીશ કે તેના માટે શું કરવું પડશે.'

  નોંધનીય છે કે તામિલનાડુના રાજકારણમાં ફિલ્મ સ્ટાર્સનો દબદબો રહ્યો છે. એમજીઆર (આરજી રામચંદ્રન) અને જે. જયલલિથા તેના ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. હવે રજનીકાંત અને કમલ હાસનના નામ પણ આ યાદીમાં જોડાયા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Kamal Haasan, Rajnikanth, Tamilnadu

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन