'Superhero' Vaccine: આવી રહી છે એવી વેક્સીન, જેનાથી કોરોના તો શું કોઈપણ બીમારી દૂર રહેશે

પ્રતિકાત્મક તસવીર

પ્રોફેસર યુઆન એશ્લેએ દાવો કર્યો છે કે, એક વખત આ વેક્સીન લગાવ્યા બાદ માણસને મોતના ટોપ 3 કારણોથી સુરક્ષા મળતી રહેશે

  • Share this:
નવી દિલ્હી : સમગ્ર દુનિયામાં કોરોનાની એડવાન્સ વેક્સિનને લઈને ચર્ચા થઇ રહી છે. ત્યારે સ્ટેનફોર્ડ(Standford)ના વૈજ્ઞાનીકોએ દાવો કર્યો છે કે, તેઓ સુપરહીરો વેક્સીન બનાવી રહ્યા છે. ઓલમ્પિક એથ્લિટ્સના DNAના ઉપયોગથી આ વેક્સીન તમને એકદમ સુપરહીરો જેવી ઇમ્યુનીટી આપશે.

આ અંગે વેક્સીન પર કામ કરી રહેલા પ્રોફેસર યુઆન એશ્લેએ દાવો કર્યો છે કે, એક વખત આ વેક્સીન લગાવ્યા બાદ માણસને મોતના ટોપ 3 કારણોથી સુરક્ષા મળતી રહેશે. સુપર હીરો વેક્સીન માનવને હૃદયની બીમારી, સ્ટ્રોક અને અલ્ઝાઈમરથી તો બચાવશે જ, સાથે લીવરની બીમારીઓ પર પણ આ વેક્સીન કારગર હશે. એટલે કે તમે જ્યાં સુધી જીવિત રહેશો, ત્યાં સુધી તમને કોઈ બીમારી નહીં થાય, જેથી તમારા શરીરને લાંબા સમય સુધી કોઈ બીમારી સામે નહીં લડવું પડે. એટલું જ નહીં, કોરોના વાયરસ જેવા ઘાતક બેક્ટેરિયા શરીરમાં મ્યુટન્ટ થવા પર પણ આ વેક્સીન દ્વારા કંટ્રોલ કરી શકાશે.

આ પણ વાંચોઆ શેરથી 1 વર્ષમાં રોકાણકારો થઇ ગયા લખપતિ, તમારી પાસે પણ છે પૈસા રોકવાનો અવસર

જિનેટિક એન્જીનીયરીંગના કારણે થયું શક્ય

આ વેક્સીન લાબું જીવન આપવામાં મદદ કરશે અને વૃદ્ધ થવા સુધી માણસને કોઈ જોખમી બીમારી થવાનું જોખમ નહીં રહે. પ્રોફેસર યુઆન એશ્લેનું કહેવું છે કે, આ માટે ઓલમ્પિયન્સની આદર્શ કોશિકાઓનો ઉપયોગ કરવામાં આવશે, કારણ કે તેમની કોશિકાઓ વધુ મજબૂત હોય છે. તેમની ઇમ્યુનીટી સામાન્ય લોકો કરતા વધુ હોય છે. જિનોમિક મેડિસિન દ્વારા આ ચમત્કાર થઇ શક્યો છે. જોકે, તેના પર ઘણા દશકાઓથી કામ ચાલી રહ્યું હતું. હવે તેની એડવાન્સ ટેક્નોલોજી વિકસિત કરવામાં આવી રહી છે. જેના દ્વારા માણસના શરીરને ઘાતક બીમારીઓ થતા પહેલા જ સુરક્ષા આપવામાં આવશે.

આ પણ વાંચોઆગામી 3થી 4 સપ્તાહમાં આ સ્ટોક્સ શોર્ટ ટર્મમાં આપી શકે છે શાનદાર રિટર્ન, જાણો આ શેરની ડિટેલ્સ

ક્યાં સુધીમાં આવી જશે આ વેક્સીન?

પ્રોફેસર યુઆન એશ્લેના જણાવ્યા અનુસાર, જિનેટિક એન્જીનીયરીંગ દ્વારા આવનારા સમયમાં લોકોના જીન્સને રીપેર કરી શકાશે. સાથે જ તેને કોઈ ચમત્કારની જેમ તેમના DNA પણ બદલી શકાશે. તેનો ફાયદો એ થશે કે તેઓ જીવનભર ખતરનાક બીમારીઓ સામે લડવામાં સક્ષમ રહેશે. જોકે, આ વેક્સીન માટે હજી 10 વર્ષ જેટલી રાહ જોવી પડી શકે છે. આશા છે કે આ પ્રકારની વેક્સીન શરીરમાં વાયરસ અથવા બેક્ટેરિયાના મ્યુટેશનને પણ નિષ્ક્રિય કરવામાં સફળ રહેશે. એટલે કે કોરોન વાયરસ જેવી બીમારીઓ પર વેક્સીન એટેક કરવામાં સક્ષમ હશે.
First published: