Home /News /national-international /Superbug Disease : દુનિયામાં સુપરબગ નામની નવી આફત, કોરોના કરતાય વધારે જીવલેણ; દવાઓ પણ નથી કરતી અસર

Superbug Disease : દુનિયામાં સુપરબગ નામની નવી આફત, કોરોના કરતાય વધારે જીવલેણ; દવાઓ પણ નથી કરતી અસર

અમેરિકાને ડરાવી રહેલો સુપરબગ હવે દુનિયાના સૌથી જીવલેણ રોગ તરીકે ઉભરી રહ્યો છે.

Superbug Disease : લેન્સેટમાં છપાયેલ એક રિસર્ચ પેપર અનુસાર બ્રિટેનમાં થયેલી એક સ્ટડી જણાવે છે કે, સુપરબગ દર વર્ષે 1 કરોડ લોકોની મોતનું કારણ બનશે. અનુમાન માટે, કોરોનાના કારણે ત્રણ વર્ષોમાં લગભગ 65 લાખ લોકોની મોત થઈ છે. પરંતુ એકમાત્ર સુપરબગ એક વર્ષમાં એક કરોડ લોકોનો જીવ લઈ શકે છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ અમેરિકાને ડરાવી રહેલો સુપરબગ હવે દુનિયાના સૌથી જીવલેણ રોગ તરીકે ઉભરી રહ્યો છે. કોરોના મહામારી પછી હવે સુપરબગે દુનિયામાં તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાના સેન્ટર ફોર ડીજીજ કંટ્રોલ એન્ડ પ્રિવેન્કશન ડિપાર્ટમેન્ટેની રિપોર્ટ અનુસાર આ બીમારી પર કોઈ જ દવા અસર કરતી નથી. એશિયામાં આ રોગ વ્યાપક રૂપથી સૌથી વધુ જીવ લઈ રહ્યો છે. મેડિકલ જર્નલ લાસેન્ટની રિપોર્ટ પ્રમાણે બ્રિટેનના એક સંશોધકે જણાવ્યું કે, આવનારા સમયમાં દરેક વર્ષે એક કરોડ લોકો આ બીમારીને કારણે પોતાનો જીવ ગુમાવશે.

  સુપરબગ રોગ શું છે?


  સુપરબગ બેક્ટેરિયા, વાયરસ અને પેરાસાઈટ એક સ્ટ્રેન છે જે એન્ટિબાયોટિકના દુરુપયોગને કારણે પેદા થાય છે. સુપરબગ બન્યા બાદ આ કોઈ પણ પ્રકારની દવાઓથી ખત્મ નથી થતો અને કેટલીક વખતે લોકોનો જીવ લઈ લે છે. CDCની અનુસાર, માત્ર અમેરિકમાં જ સુપરબગ દર વર્ષે 50 હજાર લોકોનો જીવ લઈ લે છે. દરેક 10 મિનિટે સુપરબગ અમેરિકમાં એક વ્યક્તિનો જીવ લઈ રહ્યો છે. અમેરિકા જેવા અદ્યતન દેશમાં આ આંકડો ભયાનક છે. અમેરિકા સ્વાસ્થ્ય વિભાગના અનુસાર, સુપરબગ કોઈ પણ અન્ય રોગની તુલનામાં અમેરિકામાં વધુ મોતનું કારણ બને છે. સુપરબગન મેડિકલ ક્ષેત્રમાં એન્ટી માઈક્રોબિયલ-રેસિસ્ટેન્ટના નામથી પણ ઓળખાય છે.

  આ પણ વાંચોઃશરીરમાં અનેક રોગોનું કારણ બને છે હાઇ બ્લડ પ્રેશર, અભ્યાસમાં થયા  ખુલાસા

  કેવી રીતે બને છે સુપરબગ?


  સુપરબગ એક વિશેષ રૂપથી બનવાવાળી બીમારી છે જેના પ્રભાવને ઓછો કરી શકાય છે, પરતું રોકી શકાતો નથી. સમયની સાથે બેક્ટેરિયા, વાયરસ અને પરજીવી જેવા જંતુઓ તે દવાઓને અનુરૂપ થઈ જાય છે જે તેને મારવા માટે બનાવવામાં આવે છે. આથી કેટલાક ચેપ માટે પહેલાના માનક ઉપચારોને ઓછા અસરકારક અને ક્યારેક બિન અસરકારક બનાવે છે. સુપરબગ કોઈ પણ એન્ટિબાયોટિક દવાઓના વધારે ઉપયોગ અને વગર કારણોસર ઉપયોગ કરવાથી ઉદ્ભવે છે. ડોક્ટરોના પ્રમાણે ફ્લૂ જેવા વાયરલ ચેપ થવા પર એન્ટિબાયોટિક લેવા પર સુપરબગ બનવાની શક્યતા વધી જાય છે. જે ધીરે ધીરે બીજા લોકોને સંક્રમિત કરી દે છે.

  2050 સુધી દર વર્ષે એક કરોડ લોકોની મોત થશે


  લેન્સેટમાં છપાયેલ એક રિસર્ચ પેપર અનુસાર બ્રિટેનમાં થયેલી એક સ્ટડી જણાવે છે કે, સુપરબગ દર વર્ષે 1 કરોડ લોકોની મોતનું કારણ બનશે. અનુમાન માટે, કોરોનાના કારણે ત્રણ વર્ષોમાં લગભગ 65 લાખ લોકોની મોત થઈ છે. પરંતુ એકમાત્ર સુપરબગ એક વર્ષમાં એક કરોડ લોકોનો જીવ લઈ શકે છે. ભારતમાં અત્યારે હાલ સુપરબગનો મૃત્યુ દર 13 ટકા છે જે કોરોનાથી 13 ટકા વધારે છે. સુપરબગથી દરેક દસ મિનિટે એક અમેરિકી વ્યક્તિની મોત થવાથી ચિંતિત અમેરિકાએ આ માટે એક ટાસ્ક ફોર્સ ‘US નેશનલ સ્ટ્રેટેજી ફોર કોમ્બેટિન્ગ એન્ટીબાયોટિક-રેસિસ્ટેન્ટ બેક્ટેરિયા’ની રચના કરી છે.

  દર વર્ષે અમેરિકાને સુપરબગને કારણે 5 અબજ ડોલરનું નુકસાન થઈ રહ્યુ છે


  સુપરબગના કારણે અમેરિકાને દર વર્ષે ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. આ રોગના રહેતા અમેરિકાને લગભગ 5 અબજ ડોલરનું નુકસાન વેઠવુ પડે છે જે ભારતના કુલ આરોગ્ય બજેટથી અડધું છે. અમેરિકી સ્વાસ્થ્ય એજન્સીના પ્રમાણે, કોરોનાના કારણે વધેલા એન્ટિબાયોટિક ઉપયોગના કારણે સુપરબગથી મૃત્યુમાં 15 ટકાનો વધારો થયો છે. ડેટાના અનુસાર માર્ચ 2020થી ઓક્ટોબર 2020 સુધી, COVID-19ના દર્દીઓને 80 ટકા એન્ટિબાયોટિક આપવામાં આવ્યા છે. જેણે સુપરબગના કેસોમાં ઝડપથી વધારો કર્યો છે. સુપરબગના પ્રકોપને જોતા અમેરિકામાં કોરોના માટે બનાવવામાં આવેલી હોસ્પિટલોને સુપરબગના ઈલાજ માટે બદલવાનો વારો આવ્યો હતો. હવે આ હોસ્પિટલોમાં સુપરબગ નિવારણ અને દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, પરંતુ હોસ્પિટલોથી સતત નિકળતી લાશોએ સુપરપાવરના માથે ચિંતાના ભારમાં વધારો કર્યો છે.

  આ પણ વાંચોઃ ગુજરાતમાં રોગચાળો વકરતા આ દવાઓની વધી માંગ, નિષ્ણાતે આપી આવી સલાહ

  સુપરબગથી દુનિયા અજાણ, દર વર્ષે 50 લાખ લોકોની થઈ રહી છે મોત


  મેડિકલ જર્નલ લેન્સેટની રિપોર્ટ અનુસાર, દુનિયામાં દર વર્ષે સુપરબગ 50 લાખ લોકોના જીવ લઈ રહ્યો છે. સુપરબગ અન્ય બીમારીઓની તુલનામાં ઝડપથી લોકોમાં ફેલાય છે. રિપોર્ટ અનુસાર, સુપરબગના કારણે સૌથી વધારે મોત પશ્ચિમ આફ્રિકામાં નોંધાવામાં આવી છે. સૌથી વધુ મૃત્યુદર ભારતમાં નોંધાયો છે. સુપરબગ પર કોઈ દવાનો ના બરાબર અસર આટલી મોતોનું કારણ બની રહ્યું છે. અમેરિકાના અનુસાર, શરીરમાં ઉપસ્થિત બેક્ટેરિયા એન્ટિબાયોટિક દવાઓના વધારે ઉપયોગના કારણે પોતે જ સુપરબગમાં ફેરવાઈ જાય છે જે લોકોમાં મોતનું કારણ બને છે. દર્દીઓથી ફેલાઈને આ સુપરબગ અન્ય સ્વસ્થ લોકોને પણ પોતાના શિકાર બનાવી શકે છે.

  માત્ર 7 સુપરબગ 70 ટકા મોતનું કારણ


  લેન્સેટની રિસર્ચ જણાવે છે કે, 88 હાજર પેથોજેન્સમાંથી માત્ર 7 રીતના સુપરબગ્સ 70 ટકાથી વધારે મોતોનું કારણ બને છે. CDC એ પણ આજ સુપરબગ્સને બહુ જ ખતરનાક માન્યા છે. નિરાશાજનક વાત એ છે કે, આ જ સાત સપરબગ સામાન્ય રીતે લોકોને પોતાના શિકાર બનાવે છે. સુપરબગથી શ્વસન ચેપ, છાતીમાં ચેપ, રક્ત પ્રવાહ ચેપ અને પેટની અંદર થનારા ચેપ લગભગ 80 ટકા લોકોની મોતનું કારણ બન્યુ છે. સુપરબગને કારણે થનારો આ શ્વસન ચેપ દુનિયાભરમાં દર વર્ષે 15 લાખ લોકોનો જીવ લઈ લે છે. ડૉક્ટરોનું માનવુ છે કે, વધારે માત્રામાં એન્ટિબાયોટિક આપવાથી બનેલા સુપરબગે કોરોના દરમિયાન થયેલી મૃત્યુમાં વધારે યોગદાન આપ્યુ છે જેને કોરોનાથી થયેલી મોત માનવામાં આવી હતી.

  સુપરબગ કેવી રીતે ફેલાય છે?


  સુપરબગ બન્યા પછી તે ચામડીના સ્પર્શ થવાથી, વાગવાથી, લાળ અને સંભોગ દ્વારા લોકોમાં ફેલાય છે. સુપરબગ રોગ થઈ ગયા પછી દર્દીઓમાં દવા કામ કરતી નથી એવામાં દર્દીઓએ ભારે પીડામાંથી પસાર થવુ પડે છે. હાલ સુપરબગની કોઈ દવા અસ્તિત્વમાં નથી પરંતુ યોગ્ય નિવારણ કરવાથી આપણે તેને રોકી શકીએ છીએ.

  આવી રીતે સુપરબગના પ્રકોપથી બચો


  -  તમારા હાથને વારંવાર સાબુ અને પાણીથી ધોવો, અથવા આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો.

  - ભોજનને વ્યવસ્થિત રાખવું, જેમ કે કાચા અને પાકેલા ભોજનને અલગ રાખવું, ભોજનને સારી રીતે બનાવવું અને સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો.

  - જે લોકો બીમાર છે તેની પાસે ન જવું

  - ડૉક્ટરની સલાહ બાદ જ એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ કરવો
  એન્ટિબાયોટિક દવાઓને અન્ય સાથે શેર ન કરવી.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Disease, Infection Disease, WHO ડબ્લ્યુએચઓ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन