પશ્ચિમ બંગાળના કાંઠે 160 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ટકરાયું સુપર સાઇક્લોન અમ્ફાન

News18 Gujarati
Updated: May 20, 2020, 5:18 PM IST
પશ્ચિમ બંગાળના કાંઠે 160 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ટકરાયું સુપર સાઇક્લોન અમ્ફાન
બંગાળના કાંઠે તોફાન ટકરાયું.

ઇમરજન્સી સ્થિતિનો સામનો કરવા માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં NDRFની 40 ટીમો તૈનાત કરવામાં આવી

  • Share this:
નવી દિલ્હીઃ 21 વર્ષ બાદ ફરી વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. બંગાળની ખાડીમાં ઊભા થયેલું સુપર સાઇક્લોન (Super Cyclone Amphan) પશ્ચિમ બંગાળ (West Bengal)ના દરિયાકાંઠે ટકરાયું છે. અમ્ફાન બપોરે પશ્ચિમ બંગાળ ખાતે પહોંચી ગયું હતું. આ દરમિયાન રાહતના સમાચાર એ છે કે ઓડિશામાં ભારે વરસાદ અને હવાને કારણે વાનાઝોડું નબળું પડી ગયું છે. પશ્ચિમ બંગાળમાં 160 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. આ પવન 190 કિલોમીટર સુધી પહોંચી શકે છે. બંગાલમાં અમ્ફાન ચાર કલાક સુધી તાંડવ મચાવશે. અમ્ફાનનો પહેલો પ્રહાર પારાદીપ પર થયો હતો. જ્યાં અત્યારથી ઝડપી પવનો ફૂંકાવાની સાથે વરસાદ પડી રહ્યો છે.

ઓડિશાના પારાદીપમાં સવારથી જ ઝડપી પવનો ફુંકાઈ રહ્યા છે. સુપર સાઇક્લોન Amphan હવે ઓડિશાના દરિયાકાંઠાની નજીક પહોંચી ગયું છે. પારાદીપમાં 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. સુપર સાઇક્લોનમાં ઝડપી પવન ફુંકાવાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે.

180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહેલા મહાચક્રવાતી વાવાઝોડા અમ્ફાનને જોતાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના જોખમવાળા વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગ મુજબ આજે બપોરે કે પછી સાંજ સુધીમાં સુપર સાઇક્લોન અમ્ફાન પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચશે. હાલ અમ્ફાન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે.


આ પણ વાંચો, લૉકડાઉનમાં છૂટ મળ્યા બાદ કોરોના સાથે જોડાયેલા આ સવાલોના જવાબ જાણવા ખૂબ જરૂરી

બંને રાજ્યો હાઇ એલર્ટ પર

કોઈ પણ ઇમરજન્સીની સ્થિતિનો સામનો કરવા માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં NDRFની 40 ટીમો તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને ચેતવણી આપી છે કે કોલકાતા, હુગલી, હાવડા, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા અને પૂર્વ મિદનાપુર જિલ્લામાં મોટાપાયે નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો, લૉકડાઉનમાં લગ્ન હવે ફિક્કા નહીં રહે! જ્વેલરે વર-કન્યા માટે તૈયાર કર્યા ખાસ ડિઝાઇનર ચાંદીના માસ્ક
First published: May 20, 2020, 8:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading