કોલકાતા : મહાચક્રવાતી વાવાઝોડું અમ્ફાન (Super Cyclone Amphan)પશ્ચિમ બંગાળ પહોંચી ગયું છે. રાહતની વાત છે કે ઓડિશા (Odisha)માં જોરદાર વરસાદ અને હવાના કારણે ચક્રવાતી સાઇક્લોન (Cyclone)નબળું પડી ગયું છે. અધિકારીઓના મતે ચક્રવાતના કારણે 3 લોકોના મોત થયા છે.પશ્ચિમ બંગાળના 24 નોર્થ પરગનામાં અમ્ફાન ચક્રવાતના કારણે 5500 મકાન ક્ષતિગ્રસ્ત થયા છે.
ચક્રવાત બપોરે પશ્ચિમ બંગાળમાં દીધા અને બાંગ્લાદેશના હટિયા દ્વિપ વચ્ચે પહોંચ્યું હતું. ચક્રવાતના કારણે તટીય ક્ષેત્રોમાં ભારે નુકસાન થયું છે. ચક્રવાતના કારણે મોટી સંખ્યામાં ઝાડ પડી ગયા છે અને વિજળીના થાંભલા પણ પડી ગયા છે. કાચા મકાનમાં પણ ઘણું નુકસાન થયું છે. મોસમ વિભાગના મતે પશ્ચિમ બંગાળ તટ પર પહોંચવાના સમયે ચક્રવાતની ઝડપ 160-170 કિમી પ્રતિ કલાકની હતી. પશ્ચિમ બંગાળમાં અમ્ફાન ચક્રવાતના કારણે પડેલા વૃક્ષો, થાંભલાને એનડીઆરએફની ટીમ હટાવી રહી છે.
મહાચક્રવાતી વાવાઝોડા અમ્ફાનને જોતાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના જોખમવાળા વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. હવામાન વિભાગે મુજબ સાંજ સુધીમાં સુપર સાઇક્લોન અમ્ફાન પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચશે તેવો અંદાજ વ્યક્ત કર્યો હતો.