માયાવતીને સુપ્રીમ કોર્ટથી આંચકો, ચાલુ રહેશે 48 કલાકનો પ્રતિબંધ

News18 Gujarati
Updated: April 16, 2019, 11:42 AM IST
માયાવતીને સુપ્રીમ કોર્ટથી આંચકો, ચાલુ રહેશે 48 કલાકનો પ્રતિબંધ
બસપા સુપ્રીમો માયાવતી (ફાઇલ ફોટો)

લોકસભા ચૂંટણીના બીજા ચરણના મતદાન પહેલા માયાવતીને સુપ્રીમ કોર્ટે આંચકો આપ્યો છે

  • Share this:
લોકસભા ચૂંટણીના બીજા ચરણના મતદાન પહેલા માયાવતીને સુપ્રીમ કોર્ટથી આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટમાં માયાવતીની અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. માયાવતીને હાલ સુપ્રીમ કોર્ટથી કોઈ રાહત નથી મળી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કહી શકીએ કે ચૂંટણી પંચે તેમની શક્તિઓનો ઉપયોગ કર્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચે આચાર સંહિતા તોડનારાઓની વિરુદ્ધ કાર્યવાહી કરી. માયાવતીને કોર્ટે કહ્યું કે તમે પિટિશન દાખલ કરો પછી એમ જોઈશું. ઉલ્લેખનીય છે કે, માયાવતીને સુપ્રીમ કોર્ટ પાસે આજની પોતાની રેલી માટે મંજૂરી માંગી હતી.

તેના ઇન્કારની સાથે જ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના હેટ સ્પીચ મામલામાં કાર્યવાહી પર સંતોષ વ્યક્ત કર્યો. કોર્ટે કહ્યું કે હાલ કોઈ નવા આદેશ આપવાની જરૂર નથી. ચૂંટણી પંચ દ્વારા સીએમ યોગી આદિત્યનાથ, માયાવતી, આઝમ ખાન અને મેનકા ગાંધીના પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લાગે છે કે ચૂંટણી પંત અમારા આદેશ બાદ જાગી ગયું છે અને તેણે અનેક નેતાોઓને ચૂંટણી પ્રચારથી કેટલાક કલાકો માટે પ્રતિબંધ લગાવ્યો છે.

આ પણ વાંચો, આઝમ ખાન અને મેનકા ગાંધી પર પણ ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધઉલ્લેખનીય છે કે, વિવાદિત નિવેદનના મામલામાં ચૂંટણી પંચ તરફથી 48 કલાકના પ્રતિબંધ લગાવવાના નિર્ણય પર બસપા સુપ્રીમો માયાવતીએ નારાજગી વ્યક્ત કરી હતી. માયાવતીએ કહ્યું છે કે ચૂંટણી પંચે મારી ઉપર જે રીતે રોક લગાવી છે તે ભારતના લોકોના મૂળભૂત અધિકારનું હનન છે. તેઓએ કહ્યું કે ચૂંટણી પંચના નિર્ણય ભારતના લોકતંત્રમાં કાળા દિવસના રૂપ તરીકે ઓળખાશે. ચૂંટણી પંચે મને ચૂપ કરાવીને ગરીબોનો અવાજ ચૂપ કર્યો છે. ભારતની જનતા પણ ચૂંટણી પંચના આ નિર્ણયથી ખુશ નથી.

મંગળવારે આગ્રામાં યોજાનારી ચૂંટણી સભા પર પ્રતિબંધ પહેલા બસપા સુપ્રીમોએ પ્રેસ કોન્ફરસન્સ કરી કહ્યું કે ચૂંટણી પંચ નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પર કોઈ પણ પ્રકારના પ્રતિબંધ નથી લગાવી રહ્યું. ચૂંટણી પંચ જો અમારી ઉપર ભડકાવતા ભાષણનો આરોપ સાચા માનતા પ્રતિબંધ લગાવી શેક છે તો નરેન્દ્ર મોદી પર કેમ નહીં?

માયાવતીએ ચૂંટણી પંચ પર ખોટા અને બંધારણથી વિરુદ્ધ પ્રતિબંધ લગાવવાનો આરોપ મૂક્યો. તેઓએ કહ્યું કે ચૂંટણી પંચને પણ ખબર છે કે બીજા ચરણની ચૂંટણી જે લોકસભા સીટો પર થવાની છે ત્યાં અમે મજબૂત સ્થિતિમાં છીએ. આ કારણ છે કે બીજેપીના ઇશારે ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે, જેના કારણે આગ્રામાં ચૂંટણી સભા ન કરી શકું.
First published: April 16, 2019, 11:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading