અંતિમ સલામી વખતે કેમ થઈ ગઈ તમામ બંદૂક ફૂસ?

આ ઘટનાથી બિહાર પોલીસ સાથે રાજ્ય સરકારને પણ તે સમયે ખુબ શરમ અનુભવી પડી, જ્યારે 21માંથી એક પણ બંદૂકે ફાયર જ ન કર્યું.

News18 Gujarati
Updated: August 25, 2019, 3:37 PM IST
અંતિમ સલામી વખતે કેમ થઈ ગઈ તમામ બંદૂક ફૂસ?
અંતિમ સલામી વખતે કેમ થઈ ગઈ તમામ બંદૂક ફૂસ?
News18 Gujarati
Updated: August 25, 2019, 3:37 PM IST
બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનું લાંબી બિમારી બાદ 19 ઓગસ્ટે નિધન થઈ ગયું હતું. 21 ઓગસ્ટના રોજ પૂરા રાજકીય સન્માન સાથે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. જગન્નાથ મિશ્રાને 21 બંદૂકોની સલામી સાથે અંતિમ વિદાય આપવાનું આયોજન કરાયું. જોકે, બિહાર પોલીસ સાથે રાજ્ય સરકારને પણ તે સમયે ખુબ શરમ અનુભવી પડી, જ્યારે 21માંથી એક પણ બંદૂકે ફાયર જ ન કર્યું. આ ઘટના બાદ આ મામલાની તપાસનો આદેશ આપવામાં આવ્યો. તપાસ રિપોર્ટ હજુ સુધી સામે આવ્યો નથી. પરંતુ, બતાવવામાં આવી રહ્યું છે કે, કારતૂસમાં ભેજ હોવાના કારણે ફાયરિંગ ન થઈ શક્યું. તમને જણાવી દઈએ કે, જગન્નાથ મિશ્રાના અંતિમ સંસ્કાર સુપૌલમાં કરવામાં આવ્યા હતા.

પોલીસ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, કારતૂસ ભેજવાળી જગ્યા પર રાખવાના કારણે ફાયરિંગ ન થઈ શક્યું. એવું પણ સંભવ છે કે, જે પેકમાં ખાલી કારતૂસ રાખવામાં આવ્યા હતા, તેમાંથી કેટલાક કારતૂસ નિકાળ્યા બાદ તેને ફરીથી પેક નહીં કરવામાં આવ્યા હોય. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, સુપૌલ પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, કેટલાક જવાનોને નવા કારતૂસ આપવામાં આવ્યો તો ફાયરિંગ થઈ શકી.

DGP ગુપ્તેશ્વર પાંડેએ કરી ફેરફારની વાત

આ ઘટના બાદ બિહાર પોલીસની મશ્કરી થયા બાદ પ્રદેશ પોલિસ મહાનિર્દેશકએ વ્યાપક ફેરફારના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, હથિયાર અને કારતૂસની દેખભાળ માટે વ્યાપક આદેશ લાવવાની તૈયારી ચાલી રહી છે. ડીજીપીએ વાર્ષિક ફાયરિગ અભ્યાસને પણ અમલમાં લાવવાની વાત કરી છે, જેથી હથિયારોની પણ તપાસ થઈ શકે. આ સિવાય હથિયારો અને કારતૂસને જ્યાં રાખવામાં આવે છે, તેની તપાસ પણ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.

હથિયારોની જાળવણી પર ઉઠ્યા પ્રશ્ન
બંદૂકો ના ચાલવાની ઘટના બાદ હથિયારોની જાળવણીને લઈ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. કદાચ આ પહેલો મોકો છે, જ્યારે અંતિમ વિદાય આપતા સમયે બંદૂકોએ જવાબ આપી દીધો. આ ઘટનાથી બિહાર પોલીસની તૈયારીઓ પર પણ પ્રશ્ન ઉઠવા લાગ્યા છે.
First published: August 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...